Thu Jun 18 2026

Logo

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ વિરામમાં પાકિસ્તાનની શું ભૂમિકા છે? આ 3 અહેવાલમાં થયો મોટો ખુલાસો

New York   2026-04-09 17:17:53
Author: Vimal Prajapati
Article Image

ઇસ્લામાબાદ/ ન્યૂ યોર્કઃ ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ કરાવવામાં પાકિસ્તાનનો હાથ હોવાના એક અહેવાલો જાહેર થયાં છે. પરંતુ મૂળ હકીકત છે કે, આમાં પાકિસ્તાન ન તો મધ્યસ્થીની ભૂમિકામાં હતું કે ન તો સંદેશવાહકની! પાકિસ્તાન માત્ર અમેરિકાના ઈશારે આ બધું કરી અને કહી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. યુદ્ધ વિરામ અંગે ત્રણ અલગ અલગ અહેવાલ પ્રકાશમાં આવ્યો છે જેમાં ખુલાસો થયો છે કે, પાકિસ્તાન અમેરિકાના ઈશારે યુદ્ધ વિરામ માટે કામ કરી રહ્યું હતું. આ અહેવાલે ફરી એકવાર પાકિસ્તાનનો અસલી ચહેરો દુનિયા સામે લાવી દીધો છે. ચાલો જોઈએ શું કહે છે કે, રિપોર્ટ્સ...

પાકિસ્તાનની પોલ ખોલતો પહેલો અહેવાલ

ફાઈનેંશિયલ ટાઈમ્સના અહેવાલ પ્રમાણે અમેરિકાએ યુદ્ધ વિરામ કરાવાવ માટે પાકિસ્તાનને ઇરાન મુક્યું હતું. આ યુદ્ધ વિરામનો પ્રસ્તાવ પણ અમેરિકાએ જ બનાવ્યો હતો. પાકિસ્તાન માત્ર આ અહેવાલને ટપાલીની જેમ પહોંચાડવા માટે ગયું હતું. યુદ્ધ વિરામ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિએ 7 એપ્રિલે ઈરાનને ધમકી આપી હતી કે તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં હુમલો કરશે. એટલે પાકિસ્તાનને મધ્યસ્થા કરી તે વાત પાયા વિહોણી જ છે. 

પાકિસ્તાન ઈરાનનો પાડોશી દેશ હોવાના કારણે અમેરિકા પાસે આ બેસ્ટ વિકલ્પ હતો. એટલે જ નહીં પરંતુ આ યુદ્ધ દરમિયાન ઈરાને અનેક ઇસ્લામિક દેશો પર હુમલો કર્યો પરંતુ પાકિસ્તાન પર હુમલો કર્યો નહોતો, એટલા માટે અમેરિકાએ પાકિસ્તાનનો ઉપયોગ કર્યો હોવાનો આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનની પોલ ખોલતો બીજા અહેવાલ

ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણ વાત કરવામાં આવે તો, વ્હાઇટ હાઉસે યુનાઇટેડ સ્ટેટ્સથી ઈરાનને મોકલવામાં આવેલા સંદેશને અમલમાં મૂકવાની સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી હતી. એટલું જ નહીં પરંતુ પાકિસ્તાનના વડા પ્રધાન દ્વારા જે પોસ્ટ કરવામાં આવી હતી તેને પણ અમેરિકાએ જ અપ્રુવ કરી હતી. જ્યારે પાક વડાપ્રધાને પોસ્ટ કરી ત્યારે પહેલા તેમાં ડ્રાફ્ટ લખેલું પોસ્ટ થઈ ગયું હતું. જો કે, એક જ મિનિટમાં તેને સુધારી પણ લેવામાં આવ્યું હતું. 

આ અહેવાલ પ્રમાણે યુદ્ધ વિરામ માટે પાકિસ્તાને જે પણ કામ કર્યું છે, તેના માટે તમામ પ્રકારના નિર્દેશો અમેરિકા દ્વારા આપવામાં આવ્યાં હતાં. જો કે, ઈરાન પાકિસ્તાનની માન્યું નહોતું. એટલે અમેરિકાએ ચીને સંપર્ક કર્યો હોવાનું પણ અહેવાલમાં કહેવામાં આવ્યું છે. અહેવાલ પ્રમાણે ચીનની દખલના કારણે ઈરાન યુદ્ધ વિરામ માટે માન્યું હતું.

પાકિસ્તાનની પોલ ખોલતો ત્રીજો અહેવાલ 

એક અહેવાલ એવો પણ પ્રકાશમાં આવ્યો છે કે, અમેરિકાના નિર્દેશથી ઇસ્લામાબાદમાં બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી શનિવારે ઇસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ અંગે અંતિમ બેઠક યોજાશે. અમેરિકાએ આ બેઠક પાકિસ્તાનમાં રાખી તેમાં પણ તેણે પોતાના ફાયદાને પ્રાધાન્ય આપ્યું છે. તમને એ પણ જણાવી દઈએ કે, વિશ્વના ઈતિહાસમાં પહેલી વખત યુદ્ધ વિરામ માટે ઈસ્લામાબાદમાં કોઈ બેઠક થઈ રહી છે. પરંતુ હકીકત એ છે કે, આ યુદ્ધ વિરામ માટે અમેરિકા પાકિસ્તાનનો ઉપયોગ કરી રહ્યું છે.