Fri Sep 11 2026

Logo

હોર્મુઝ બાદ હવે 'બાબ અલ મંડેબ' પર જોખમ: ઈરાનની ધમકીથી દુનિયાભરમાં આર્થિક તબાહીની ભીતિ

Tehran   2026-03-15 19:19:10
Author: Mumbai Samachar Team
હોર્મુઝ બાદ હવે 'બાબ અલ મંડેબ' પર જોખમ: ઈરાનની ધમકીથી દુનિયાભરમાં આર્થિક તબાહીની ભીતિ

તહેરાનઃ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કર્યા બાદ હવે 'બાબ અલ મંડેબ' પણ ઈરાન બંધ કરવાની ફિરાકમાં છે. આ ક્રિક બંધ કરવા પણ ધમકી આપવામાં આવી છે. ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી લડાઈના કારણે સૌથી વધારે અસર શિપિંગ સેક્ટરને થઈ રહી છે. ઈરાન પાસેથી પસાર થતા જળમાર્ગ જોખમથી ભરેલા છે એવામાં હોર્મુઝની ચર્ચા સૌથી વધારે થઈ રહી છે. 

બાબ અલ મંડેબ સ્ટ્રેટ

હોર્મુઝ સ્ટ્રેટમાં અનેક જહાજ ફસાયેલા છે જે દરેક દેશ માટે ચિંતાનો મોટો વિષય છે હવે યમનના ઈરાન સમર્થિત હુતી આંદોલનના 'બાબ અલ મંડેબ સ્ટ્રેટ'ને બંધ કરવાની વાત ઊઠી છે, જે ખૂબ ઓછો જાણીતો જળમાર્ગ છે, જે મોટા વૈશ્વિક વેપારના માર્ગને આંતરિક રીતે જોડે છે. 
'બાબ અલ મંડેબ'નો અર્થ આંસુઓનો દ્વાર એવો થાય છે. બાબ અલ મંડેબ એક અરબી શબ્દ છે. અહીંયાની સ્થિતિ ખૂબ જ ખતરનાક હોવાથી આ ક્રિકને એવું નામ આપવામાં આવ્યું છે.વર્ષો પહેલા અહીંયા સાંકડા જળમાર્ગ, તોફાની સમુદ્ર અને અનેક બીજી સ્થિતિને કારણે જહાજ વારંવાર ડૂબી જતા હતા. કેટલાક સમુદ્રી અકસ્માત પણ થયા છે. આજે પણ આ નામ એ વાતનું પ્રતીક છે કે, આ સમુદ્રી જળમાર્ગ કેટલો જોખમભર્યો છે. 

શિપિંગ માર્ગ પણ જોમખ ભર્યો

'બાબ અલ મંડેબ સ્ટ્રેટ' યમન અને હોર્ન ઓફ આફ્રિકા વચ્ચે આવેલો છે, જ્યાંથી આફ્રિકાના કોઈ પણ દેશમાં સરળતાથી જઈ શકાય છે. આ દરિયાઈમાર્ગ રાતા સમુદ્રને એડનની ખાડી સાથે જોડે છે. જેની બીજી તરફ હિન્દ મહાસાગર આવેલો છે. 
દુનિયાના સૌથી જરૂરી સમુદ્રી ચોકપોઈન્ટમાંથી આ એક છે. એશિયા અને યુરોપ વચ્ચે સમુદ્રી યાત્રા કરનારા જહાજ વારંવાર સુએઝ નહેરામાં પ્રવેશે એ પહેલા આ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. હવે જો આ ક્રિક બંધ થાય તો યુરોપ અને આફ્રિકાને માઠા પરિણામ ભોગવવા પડે એમ છે. આ રસ્તેથી જો શિપિંગને રોકી દેવામાં આવે તો ક્રૂડ ઓઈલ અને પ્રાકૃતિક ગેસના ટેન્કરે અન્ય વૈકલ્પિક રસ્તો પસંદ કરવો પડશે. હવે જો આવું થયું તો ફરીવાર ક્રૂડ ઓઈલની કિંમતમાં ઉછાળો આવશે. 

દૈનિક ચીજ વસ્તુઓની અછત

માત્ર ક્રૂડ જ નહીં આફ્રિકા કે યુરોપના દેશને દૈનિક ધોરણે જરૂરી એવી ચીજવસ્તુઓની પણ અછત ઊભી થશે. અનાજ, ઈલેક્ટ્રોનિકસ, કપડાં, કાચી સામગ્રી અને કેટલીક કંપનીઓના સામાના આ જ રસ્તેથી આવે છે. ઈરાન અને અમેરિકાની લડાઈને કારણે આ જળમાર્ગ પ્રભાવિત થયો તો આ તમામ ચીજવસ્તુઓના ભાવ વધી જશે આ ઉપરાંત ક્રૂડ ઓઈલના ભાવ ફરીવાર વધી જશે.