તેહરાન: શનિવારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અને શાંતિ માટે શોધો કરવા ઈરાને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું, નહીં તો ઈરાનનાં મહત્વ પૂર્ણ સ્થળો પર વધુ ઘાતક હુમલાની ચેતવણી આપી છે. ટ્રમ્પની આ ધમકીની ઈરાન પર કોઈ અસર નથી થઇ, ઈરાને ટ્રમ્પની આ ધમકીને “એક લાચાર, બેચેન, અસંતુલિત અને મૂર્ખતા કાર્યવાહી" ગણાવી છે.
ઈરાનના ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં, ઈરાનના લશ્કરી જનરલ અલી અબ્દુલ્લાહી અલિયાબાદીએ એ ટ્રમ્પની ધમકીને ફગાવી દીધી હતી. અબ્દુલ્લાહીએ યુએસને ચેતવણી આપી હતી કે જો ઈરાનની માળખાગત સુવિધાઓ પર યુએસ કે ઇઝરાયલ દ્વારા હુમલો કરવામાં આવશે, તો મધ્ય પૂર્વમાં યુએસનાં તમામ લશ્કરી મથકો અને ઇઝરાયલની માળખાગત સુવિધાઓ પર વિનાશક અને સતત હુમલાઓ કરવામાં આવશે.

અબ્દુલ્લાહીએ કહ્યું કે એક પછી એક પછડાટ મળ્યા બાદ, યુનાઇટેડ સ્ટેટ્સના આક્રમક અને યુદ્ધખોર રાષ્ટ્રપતિએ, એક લાચાર, બેચેન, અસંતુલિત અને મૂર્ખતા નિવેદનમાં ઈરાનની માળખાગત સુવિધાઓ અને રાષ્ટ્રીય સંપત્તિઓને ટાર્ગેટ બનાવવાની ધમકી આપી છે.
ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટમાં ધાર્મિક ભાષાનો પણ ઉલ્લેખ કરતા અબ્દુલ્લાહીએ ચેતવણી આપી કે "આ મેસેજનો સામાન્ય અર્થ એ છે કે તમારા માટે નરકના દરવાજા ખુલી જશે."
ટ્રમ્પની ધમકી અને ઇઝરાયલની તૈયારી:
શનિવારે ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી કે જો ઈરાન કોઈ સોદો નહીં કરે અને હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખોલે તો ઘાતક હુમલા કરવામાં આવશે. તેમણે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું, "મેં ઈરાનને સોદો કરવા અથવા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે દસ દિવસનો સમય આપ્યો હતો. સમય પૂરો થઈ રહ્યો છે - 48 કલાક બાદ નરક ઈરાનમાં ઉતરી આવશશે. ગ્લોરી ટૂ ઘી ગોડ!"

ટ્રમ્પની ધમકી બાદ ઇઝરાયલના એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીએ કહ્યું કે ઇઝરાયલ ઈરાનના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પર હુમલા કરવાની તૈયારી કરી રહ્યું છે અને યુએસ તરફથી લીલી ઝંડી મળવાની રાહ જોઈ રહ્યું છે.