તહેરાન: મિડલ ઈસ્ટ સતત ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિઆનનું મહત્વનું નિવેદન આવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે ઈરાન દબાણ, ધમકી અને નાકાબંધીના વાતાવરણ વચ્ચે કોઇ વાતચીતમાં જોડાશે નહિ. તેમણે પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ સાથે ટેલિફોન વાતચીતમાં આ વાત કહી હતી.
ધમકીભર્યા નિવેદનો શાંતિ પ્રક્રિયાને નબળી પાડે છે
ઈરાનના રાષ્ટ્રપતિએ અમેરિકા પર પર સંવાદ અને યુદ્ધવિરામના સમયગાળા દરમિયાન પણ સતત કરારોનું ઉલ્લંઘન કરવાનો અને દબાણની નીતિ અપનાવવાનો આરોપ મૂક્યો હતો. તેમજ અમેરિકા કરેલી નાકાબંધી યુએન ચાર્ટરનો ભંગ છે. તેમજ આ એક્શન અને ધમકીભર્યા નિવેદનો શાંતિ પ્રક્રિયાને નબળી પાડે છે.
નવા હુમલાનું ગંભીર પરિણામ ભોગવવું પડશે
તેમણે કહ્યું કે ઈરાન તેની રાષ્ટ્રીય સુરક્ષાનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેમજ ચેતવણી આપી હતી કે અમેરિકા અને ઇઝરાયલના નવા હુમલાનું ગંભીર પરિણામ ભોગવવું પડશે. જે પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતા બંનેને અસર કરી શકે છે.
અમેરિકાએ પ્રતિનિધીઓની પાકિસ્તાન મુલાકાત રદ કરી હતી
આ પૂર્વે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રતિનિધીઓની પાકિસ્તાન મુલાકાત રદ કરી હતી. આ પ્રતિનિધીઓ ઈરાન સાથે શાંતિ મંત્રણા માટે ઇસ્લામાબાદ જવાના હતા. આ મુલાકાત રદ કરવાના પોતાના નિર્ણયનો બચાવ કરતા ટ્રમ્પે કહ્યું કે ઈરાનનો પ્રસ્તાવ અપેક્ષા મુજબનો નહોતો.