મધ્ય પૂર્વમાં તણાવ હવે તેની ચરમસીમા વટાવી ચૂક્યો છે અને ઈરાન તથા ઈઝરાયલ વચ્ચે સીધી જંગ છેડાઈ ગઈ છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા તેહરાન પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં ઈરાને વળતો પ્રહાર કરતા ઈઝરાયલ પર એકસાથે 70 જેટલી બેલેસ્ટિક મિસાઈલો દાગી છે. આ ભયાનક જવાબી હુમલાને પગલે ઈઝરાયલની આર્મી (IDF) એ દેશભરમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ઈરાની સૈન્ય IRGC એ પુષ્ટિ કરી છે કે ડ્રોન અને મિસાઈલ હુમલાની પહેલો તબક્કો પૂર્ણ થયો છે, જેના કારણે સમગ્ર ક્ષેત્રમાં વિનાશના વાદળો છવાઈ ગયા છે.
Iranian MiG 29 jet scrambled above Tehran pic.twitter.com/glzsQyhB15
— Arya - آریا (@AryJeay) February 28, 2026
ઈરાની મિસાઈલોના નિશાના પર ખાસ કરીને યેરુશલમ, હાઈફા અને શેફેલ્લાહ જેવા મોટા શહેરો રહ્યા છે. યેરુશલમમાં સતત સાયરન વાગી રહ્યા છે અને નાગરિકોને તાત્કાલિક બોમ્બ શેલ્ટરમાં આશરો લેવા સૂચના આપવામાં આવી છે. ઈઝરાયલ સરકારે સમગ્ર દેશમાં 'સ્પેશિયલ સ્ટેટ ઓફ ઈમરજન્સી' જાહેર કરી છે. ઉત્તરી ઈઝરાયલમાં અનેક પ્રચંડ ધડાકાઓ સંભળાયા છે, જેને રોકવા માટે ઈઝરાયલનું આધુનિક એન્ટી-મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દેવામાં આવ્યું છે. હાલમાં જાનહાનિના કોઈ સત્તાવાર સમાચાર નથી, પરંતુ તણાવ સતત વધી રહ્યો છે.
Sirens were sounded in several areas across the country following the identification of missiles launched from Iran toward Israel.
— Israel Defense Forces (@IDF) February 28, 2026
At this time, the IAF is operating to intercept and strike threats where necessary to remove the threat.
આ યુદ્ધ હવે માત્ર બે દેશો પૂરતું મર્યાદિત રહ્યું નથી. ઈરાનના સમર્થનમાં યમનના હૂતી વિદ્રોહીઓ અને લેબનાનના હિઝબુલ્લાહ પણ મેદાનમાં ઉતરી આવ્યા છે. હૂતીઓએ લાલ સાગરમાં અને ઈઝરાયલ પર મિસાઈલ પ્રહાર કર્યા છે, જ્યારે હિઝબુલ્લાહે લેબનાન સરહદેથી હુમલા તેજ કર્યા છે. સૌથી ચોંકાવનારા સમાચાર બહેરીનથી આવ્યા છે, જ્યાં ઈરાને અમેરિકાના નૌકાસેના મથક (Naval Base) પર બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો છે. આ ઘટનાએ અમેરિકાને સીધું જ યુદ્ધમાં ધકેલી દીધું છે.
બીજી તરફ લેબનાનના વડાપ્રધાન નવાફ સલામે પોતાના દેશને આ યુદ્ધમાં ઘસડાતો રોકવા માટે હિઝબુલ્લાહને કડક ચેતવણી આપી છે. તેમણે નાગરિકોને ધીરજ રાખવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમેરિકા અને ઈઝરાયલે તેહરાનમાં સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામૈનીના કાર્યાલય અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ નજીક અનેક વિસ્ફોટો કર્યા હતા. તેહરાનના આકાશમાં અત્યારે પણ કાળા ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા છે. વિશ્વની મહાસત્તાઓ હવે આ મહાયુદ્ધને રોકવા માટે ચિંતિત બની છે.