Sat Sep 12 2026

Logo

સીઝફાયરના એલાન બાદ હુમલા થતા ઈરાન લડી લેવાના મૂડમાં, ધમકી આપીને ચેતવ્યા

Tehran   2026-04-09 18:33:28
Author: Mumbai Samachar Team
સીઝફાયરના એલાન બાદ હુમલા થતા ઈરાન લડી લેવાના મૂડમાં, ધમકી આપીને ચેતવ્યા

તેહરાનઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં અત્યારે ભલે હુમલાઓ બંધ થયા હોય પણ ઈરાન હવે લડી લેવાના મૂડમાં હોય એવું દેખાઈ રહ્યું છે. ઈરાનનું વલણ બદલી રહ્યું છે. સીઝફાયરનું એલાન થયા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ રાખ્યો છે. બીજી તરફ ઈરાનની રિફાઈનરી પર હુમલો કરવામાં આવ્યો હતો. લેબનાન પર થયેલા હુમલાને લઈને ઈરાને ચેતવણી આપી દીધી છે. રાષ્ટ્રપતિ પેજેશ્કિયને કહ્યું હતું કે, ઈરાન ક્યારેય પોતાના નાગરિકોને એકલા નહીં છોડે. 

ઈરાનનું વલણ બદલ્યું
લેબનાનમાં ઈઝરાયલ દ્વારા ફરી ઘુસણખોરી કરવી, સીઝફાયરનું ઉલ્લંઘન કરવું આવી રીતે ચીટિંગ કરવું યોગ્ય નથી. આનું પરિણામ ખતરનાક આવી શકે છે. હું હજુ પણ સ્પષ્ટ કરવા માગુ છું કે, અમારા સૈનિકોની આંગળીઓ હજુ પણ ટ્રિગર પર રહેલી છે. અમેરિકાએ ઈરાનની રિફાઈનરી પર હુમલો કર્યો એ સમયે જ ઈરાનનું વલણ બદલી ગયું હતું. આ હુમલો સીઝફાયરની જાહેરાત બાદ કરવામાં આવ્યું હતું. જેના જવાબમાં ઈરાને કુવૈત અને યુએઈ પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ઈરાન નેવીએ કહ્યું હતું કે, હોર્મુઝમાં જે જહાજ ફસાયા છે એ ઈરાનની મંજૂરી વગર નહીં જઈ શકે. 

જહાજને મેસેજ આપી દેવાયો
જે કોઈ જહાજે અહીંયાથી પસાર થવાનો પ્રયાસ પણ કર્યો તો એના પર હુમલો કરી દેવાશે અને જહાજનો નાશ કરી દેવાશે. ઈરાનની આ ધમકી એવા સમયે આવી છે અમેરિકાએ જાહેર કરેલા સીઝફાયરને 12 કલાક થઈ ગયા હતા. અમેરિકાના મીડિયાએ ઈરાનની ધમકીનો ઉલ્લેખ કર્યો છે. વોલ સ્ટ્રીટ જનરલે કહ્યું હતું કે,ઈરાને કહ્યું છે કે, હોર્મુઝમાંથી પસાર થવા માટે ઈરાનની મંજૂરી લેવી પડશે. જહાજોને પણ મેસેજ આપી દેવામાં આવ્યો છે. સીઝફાયરના માહોલ વચ્ચે ઈઝરાયલે લેબનાનમાં હુમલો કર્યો તહો. સીઝફાયરના 24 કલાકમાં આ પગલું લેવાયું હતું. આ હુમલામાં 1100થી વધારે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. 

100 હુમલા કરાયા
લેબનાનમાં ઈતિહાસનો આ સૌથી મોટો હુમલો ગણવામાં આવે છે. ઈઝરાયલે દાવો કર્યો હતો કે, લેબનાનમાં ઈરાન સમર્થિત સૈન્ય કેમ્પને ટાર્ગેટ કરાશે. 100થી વધારે હુમલા ઈઝરાયલ તરફથી કરવામાં આવ્યા હતા. જોકે, હુમલા બાદ તરત  જ રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. ખાસ કરીને કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. જે લોકો જીવીત છે એ તમામ લોકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.