તહેરાનઃ ઇરાન (IRAN)માં આ વર્ષની શરૂઆતમાં આયાતુલ્લાહ અલી ખામેનેઇના શાસન વિરુદ્ધ થયેલા દેખાવોમાં ભાગ લેનાર 19 વર્ષના કુસ્તીબાજ સાલેહ મોહમ્મદીને વર્તમાન શાસને ફાંસી આપી દીધી છે.
પરિણામે, આ દેખાવોમાં ભાગ લીધા બાદ પકડાયેલા બીજા ઍથ્લીટો ભયભીત થઈ ગયા છે.
સાલેહ મોહમ્મદી 2024માં રશિયામાં આયોજિત સૈતિવ કપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
સાલેહ (SALEH) ઉપરાંત બીજા બે દેખાવકારોને ગુરુવારે ફાંસી આપવામાં આવી હતી. ઈરાનના આ ઘાતક પગલાંને અમેરિકાએ આકરા શબ્દોમાં વખોડ્યું છે.