Wed Sep 09 2026

Logo

ઈરાને હવે પાંચ આરબ દેશો પાસે કરી વળતરની માંગ, યુએનમાં લખ્યો પત્ર

Tehran   2026-04-14 19:07:00
Author: Chandrakant Kanoja
ઈરાને હવે પાંચ આરબ દેશો પાસે કરી વળતરની માંગ, યુએનમાં લખ્યો પત્ર

તહેરીન: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ દરમિયાન ઇરાને તેની આસપાસના પાંચ આરબો દેશો પર મોટો આરોપ મૂક્યો છે. તેમજ કહ્યું ઈરાન પર હુમલો કરવા અમેરિકા અને ઇઝરાયલને હુમલો કરવા આ દેશોએ બેઝ પૂરો પાડ્યો છે. જેના લીધે આ દેશો પાસેથી ઈરાને નુકસાની વળતરની માંગ કરી છે. 

આરબ દેશોના વળતરના દાવાઓને નકારી કાઢ્યા

આ  ઉપરાંત  ઈરાને યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ અને સુરક્ષા પરિષદના પ્રમુખ જમાલ ફારેસ અલ-રોવાઈને પત્ર મોકલીને પોતાનું વલણ વ્યક્ત કર્યું છે. આ પત્ર ઈરાનના રાજદૂત અને સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી પ્રતિનિધિ અમીર સઈદ ઈરાવાનીએ લખ્યો છે. તેમણે બહેરીન, સાઉદી અરેબિયા, કતાર, સંયુક્ત આરબ અમીરાત અને જોર્ડન દ્વારા રજૂ કરાયેલા ઈરાન જોડે લેવાના વળતરના દાવાઓને નકારી કાઢ્યા છે.

અમેરિકા અને ઇઝરાયલ સાથે મળીને હુમલાઓમાં ભાગ લીધો 

ઈરાનનો દાવો છે કે આ રાષ્ટ્રોએ અમેરિકા અને ઇઝરાયલ સાથે મળીને હુમલાઓમાં ભાગ લીધો હતો અથવા આવા હુમલાઓ માટે તેમના પ્રદેશોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. પરિણામે આ દેશો યુએન ચાર્ટરની કલમ 51 - ખાસ કરીને સ્વ-બચાવના અધિકારનો ઉપયોગ કરી શકતા નથી.

આ દેશો તાત્કાલિક આવા ખોટા કૃત્યો બંધ કરે

તેમજ ઈરાને પોતાને  હુમલાનો ભોગ ગણાવ્યું છે અને કહ્યું છે કે તે પોતાના સ્વરક્ષણના અધિકારનો ઉપયોગ કરી રહ્યું છે. પત્રમાં લખ્યું હતું કે  કેટલાક કિસ્સાઓમાં આ દેશોએ ઈરાનમાં નાગરિક લક્ષ્યો પર સીધા હુમલાઓ શરૂ કર્યા છે. ઈરાને માંગ કરી છે કે આ દેશો તાત્કાલિક આવા ખોટા કૃત્યો બંધ કરે અને ખાતરી કરે કે તેમના પ્રદેશનો ઉપયોગ હુમલાઓ માટે ન થાય. ઈરાને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તેમની જવાબદારીઓ સ્વીકારવી જોઈએ.