તહેરાનઃ ઈરાન અમેરિકા વચ્ચે સમજૂતીના મુદ્દે અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના સતત બદલતા સૂર એશિયાના રાષ્ટ્રની ચિંતા વધારી રહ્યા છે. 24 કલાકમાં જ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને લઈને એક્શન લેતા શિપિંગ કંપનીઓ પર ચિંતાના વાદળ ઘેરાયા છે. શનિવારે વહેલી સવારે મોટીસંખ્યામાં જહાજનો કાફલો હોર્મુઝમાંથી રવાના થયા બાદ હવે સાંજે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ ફરી બંધ કરી દીધો છે. ઈરાન વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું એવું કહેવું છે કે, અમે અમારા વાયદાનું પાલન કર્યું છે અને અમેરિકાની એ જવાબદારી છે કે, તે ઈઝરાયલને લેબનાન પર હુમલો કરતા રોકે,ત્યાં સુધી રોકે કે મજબૂર કરી દે. સ્વિત્ઝરલેન્ડમાં અમે અમેરિકાએ કરેલો વાયદો લાગુ કરવા માટે માગ કરીશું. એ પણ જાણીશું કે, અમેરિકા એ વાયદો પૂરો કરવા માટે તૈયારી કેટલી દર્શાવે છે.
હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ મુદ્દે ઈરાનનું વલણ
ઈરાને આ પહેલા પણ ચેતવણી ઉચ્ચારી હતી કે, જો કોઈ સમજૂતીનું ઉલ્લંઘન થયું તો અમે પણ પગલાં લઈશું. હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગને અસ્થાયી ધોરણે બંધ કરી દેવાશે. અમેરિકા અને ઈરાને MoU પર પોતાની સહી કરી દીધી છે એ પછી આ ઘટના સામે આવી છે. હોર્મુઝ સ્ટ્રેટ વિષય પર ઈરાનનું વલણ બીજીવાર સ્પષ્ટ થઈ ગયું છે. આ સહીની પ્રક્રિયા થયા બાદ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરી ખોલવાનું એલાન કરવામાં આવ્યું હતું. અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયરની સમજૂતીના વાવડ આવતા અનેક રીતે હાશકારો થયો હતો. પણ અમેરિકાની કથની અને કરણીમાં તફાવત જોવા મળતા સમગ્ર મિડલ ઈસ્ટનો માહોલ ફરી તણાવગ્રસ્ત બની ગયો.શનિવારે દક્ષિણ લેબનાનમાં ઈઝરાયલે હુમલો કરી દેતા સાત વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. આ મૃત્યની યાદીમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.
પાક.ના ગૃહમંત્રી ઈરાન પહોંચ્યા
ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર પ્રતિબંધ લાગાવાત હવે સમજૂતી પર સંકટ તોળાઈ રહ્યું છે.ઈરાન પોતાની કેટલાક વિષયોને લઈને અડગ છે જ્યારે અમેરિકાના સતત બદલાતા વલણના મુદ્દે મિડલ ઈસ્ટના દેશ પર સંકટ ફરી ઊભું થયું છે. આ માહોલ વચ્ચે સૌથી મોટી અને ચોંકાવનારી વાત એ છે કે, પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી શનિવારે ઈરાનની મુલાકાતે પહોંચ્યા હતા.પાકિસ્તાનના આ નિર્ણયે અનેક રાષ્ટ્રને ચોંકાવી દીધી હતા. શાંતિવાર્તાને લઈને મોટા-ભા થયેલા પાકિસ્તાનની વૈશ્વિક સ્તર પર છબી વધારે ખરડાઈ છે. શાંતિ વાર્તાના નામે કોઈ પરિણામ ન આવતા પાકિસ્તાનનું વલણ અને પ્રભાવ ઉઘાડો પડ્યો હતો. એવું માનવામાં આવે છે કે, મોહસિન નકવી ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વાતચીત પર નજર રાખી શકે છે.
એશિયાના દેશમાં ફરી ચિંતા
એકબાજુ ઈરાનના સૈન્યએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાનો નિર્ણય લેતા અનેક એશિયાના દેશમાં ફફડાટ વ્યાપી ગયો છે.આ સિક્કાની બીજી બાજુ પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિને ઈરાનના મંત્રી અબ્બાસ અરાધચી સાથે મુલાકાત કરી છે. પાકિસ્તાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ફિલ્ડ માર્શલ આસિમ મુનિરના નજીકના ગણાતા વ્યક્તિ નક્વીએ સમજૂતીમાં સહી કરતા પહેલાં અમેરિકા-ઈરાન વચ્ચેના સંબંધને વધુ સુમેળભર્યા કરવા તથા આંતરિક મતભેદ દૂર કરવા ઈરાન સામે ત્રણ મહત્ત્વના વિષય મૂક્યા છે.