લખનઊઃ દર વર્ષે આઇપીએલમાં હરીફ ટીમના કોઈને કોઈ ખેલાડી વચ્ચે હળવી ચકમકની ઘટના બનતી જ હોય છે, ક્યારેક એ ઘટના ગંભીર સ્વરૂપ પણ લઈ લેતી હોય છે અને બુધવારે લખનઊમાં એક એવો જ બનાવ બન્યો જે થોડી જ ક્ષણોમાં શાંત પડી જતાં સૌને નિરાંત થઈ હતી. એ ઘટના લખનઊના પેસ બોલર પ્રિન્સ યાદવ (Prince Yadav) અને દિલ્હીના મિડલ-ઑર્ડર બૅટ્સમૅન ટ્રિસ્ટેન સ્ટબ્સ (Stubbs) વચ્ચેની હતી.
બન્યું એવું કે દિલ્હીને જીતવા માટે માત્ર 142 રનનો સાધારણ લશ્યાંક મળ્યો ત્યાર બાદ પાંચમી ઓવર માંડ અડધી થઈ હતી ત્યાં સુધીમાં દિલ્હીએ માત્ર 26 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. અક્ષર પટેલના સુકાનમાં રમતી દિલ્હી માટે હાલત ત્યારે બહુ ખરાબ હતી. ખુદ અક્ષર પણ પૅવિલિયનમાં પાછો આવી ગયો હતો અને દિલ્હીની ટીમને સાઉથ આફ્રિકન બૅટ્સમૅન ટ્રિસ્ટેન સ્ટબ્સ પાસે મોટી અપેક્ષા હતી.
𝙗𝙖𝙙𝙚 𝙗𝙖𝙙𝙚 𝙢𝙖𝙩𝙘𝙝𝙚𝙨 𝙢𝙚𝙞𝙣… 𝙖𝙞𝙨𝙞 𝙘𝙝𝙝𝙤𝙩𝙞 𝙘𝙝𝙝𝙤𝙩𝙞 𝙩𝙖𝙠𝙧𝙖𝙧 𝙝𝙤𝙩𝙞 𝙧𝙚𝙝𝙩𝙞 𝙝𝙖𝙞 😉🔥
— Star Sports (@StarSportsIndia) April 1, 2026
Things getting spicy in the middle 🌶️😏
Bhojpuri ka asli mazza sirf JioHotstar par dekhiye! 🎉#TATAIPL 2026 | #LSGvDC | LIVE NOW 👉… pic.twitter.com/PKSx9UroQ7
જોકે પાંચમી ઓવરમાં લખનઊના પેસ બોલર પ્રિન્સ યાદવ અને સ્ટબ્સ વચ્ચે થોડી સામાસામી થઈ હતી. પ્રિન્સના ઑફ સ્ટમ્પની બહારના બૉલને સ્ટબ્સે સારી રીતે ડિફેન્ડ કર્યો હતો. કોણ જાણે શું થયું કે પ્રિન્સ એ બૉલ ફેંક્યા બાદ ફૉલો-થ્રુમાં પાછા જતાં પહેલાં સ્ટબ્સ સામે ઘૂરક્યો હતો. જોકે સ્ટબ્સે પણ આગળ આવીને પ્રિન્સ સામે આંખ બતાવીને જવાબ આપવાની કોશિશ કરી હતી. પ્રિન્સ પાછો તો જતો રહ્યો, પણ પછી સ્ટબ્સે સમીર રિઝવી સાથે મળીને બાજી છેક સુધી સંભાળી રાખી હતી અને 119 રનની ભાગીદારીથી તેમણે દિલ્હીને રોમાંચક વિજય અપાવ્યો હતો. પ્રિન્સ યાદવે પથુમ નિસન્કા અને અક્ષર બન્નેની મહત્ત્વની વિકેટ લીધી હતી.
સ્ટબ્સે 32 બૉલમાં અણનમ 39 રન અને સમીર રિઝવીએ 47 બૉલમાં અણનમ 70 રન કર્યા હતા. મૂળ ઉત્તર પ્રદેશના બાવીસ વર્ષીય બૅટ્સમૅન સમીર રિઝવીને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મળ્યો હતો.