Tue Aug 25 2026

Logo

મુંબઈ ઈન્ડિયન્સ 7માંથી 5 મેચ હારવા છતાં કઈ રીતે સરળતાથી પ્લેઓફ્સમાં પહોંચી શકે ?

2026-04-25 12:41:00
Author: Mumbai samachar Team
મુંબઈ ઈન્ડિયન્સ 7માંથી 5 મેચ હારવા છતાં કઈ રીતે સરળતાથી પ્લેઓફ્સમાં પહોંચી શકે ?

નવી દિલ્હીઃ ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગના 34 મુકાબલા રમાઈ ચુક્યા છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ 7માંથી 7 મેચ હારી ચુકી છે. જોકે તેમ છતાં મુંબઈ ઈન્ડિયન્સ માટે પ્લેઓફ્સમાં પહોંચવાનો દરવાજો ખુલ્લો છે. 

મુંબઈ ઈન્ડિયન્સ હાલ પોઈન્ટ્સ ટેબલમાં આઠમાં ક્રમે છે અને 7 મેચ રમ્યા બાદ તેના 4 પોઈન્ટ છે. મુંબઈએ લીગ સ્ટેજમાં હજુ 7 મુકાબલા રમવાના છે. પરંતુ આ સાત મુકાબલામાં હાર્દિક પંડ્યા અને તેની સેનાએ જરા હટકે રમત બતાવવી પડશે. જો મુંબઈ કોઈના પર નિર્ભર રહ્યા વગર પ્લેઓફમાં પહોંચવું હશે તો 7 મેચમાંથી છ મેચ કોઈપણ સંજોગોમાં જીતવી પડશે. જો મુંબઈ 6 મેચ જીતશે તો તેના 16 પોઈન્ટ થશે. જેને પ્લેઓફ ક્વોલિફિકેશન માટે માપદંડ માનવામાં આવે છે. એટલે કે 16 પોઈન્ટ થાય તો મુંબઈનું પ્લેઓફમાં પહોંચવાનું લગભગ નક્કી છે.

જો મુંબઈ આગામી 7 મેચમાંથી 5 મેચ જીતીને 14 પોઈન્ટ પર પહોંચે તો MIનું પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ થશે. 14 પોઈન્ટ સાથે મુંબઈએ તેનો નેટ રન રેટ સુધારવો પડશે. હાલ મુંબઈનો નેટ રન રેટ -0.736 છે. ગત સીઝનમાં મુંબઈ 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચી હતી.

જો મુંબઈ ઈન્ડિયન્સ તેનું પ્રદર્શન નહીં સુધારે તો આઈપીએલ 2026માંથી ફેંકાઈ જશે. તેના આગામી ત્રણ મુકાબલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ, રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ સામે છે. આ ત્રણેય ટીમો ટુર્નામેન્ટની શરૂઆતથી જ બાકી ટીમો પણ દબદબો બનાવતી આવી છે. જો મુંબઈએ પ્લેઓફમાં પહોંચવું હશે તો આ ત્રણેય ટીમોને હરાવવી પડશે.