Thu Sep 03 2026

Logo

IPL 2026: રજત પાટીદાર આઉટ ન હતો? થર્ડ અમ્પાયરનો વિવાદાસ્પદ નિર્ણય, પૂર્વ અમ્પાયરે આપ્યો આવો મત

2026-05-01 11:28:00
Author: Savan Zalariya
IPL 2026:  રજત પાટીદાર આઉટ ન હતો? થર્ડ  અમ્પાયરનો વિવાદાસ્પદ નિર્ણય, પૂર્વ અમ્પાયરે આપ્યો આવો મત

અમદાવાદ: ગઈ કાલે ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 42મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)એ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે 4 વિકેટે જીત મેળવી. આ લો સ્કોરિંગ મેચ દરમિયાન RCB નો કેપ્ટન રજત પાટીદારના વિવાદાસ્પદ આઉટ હતો કે નહીં એ અંગે વિવાદ ઉભો થયો છે.

ટોસ હાર્યા બાદ RCB પ્રથમ બેટિંગ કરી રહી હતી,આઠમી ઓવરમાં 19 રન પર બેટિંગ કરી રહેલા પાટીદારે એક પુલ શોટ રમ્યો. જેસન હોલ્ડર કેચ પકડવા દોડ્યો, જ્યારે કાગીસો રબાડા પણ નજીક આવી રહ્યો હતો, જેના પરિણામે બંને ફિલ્ડરો વચ્ચે ટક્કર થવાની શક્યતા હતી. જેસન હોલ્ડરે કેચ પકડ્યો પણએ ક્લીન કેચ ન હતો, રિપ્લે જોયા બાદ થર્ડ અમ્પાયરે પણ પાટીદારને આઉટ જાહેર કર્યો. ટીમનો  સૌથી સિનીયર ખેલાડી વિરાટ કોહલી આ નિર્ણયથી નાખુશ જણાયો, તે ફોર્થ અમ્પાયર સાથે દલીલો કરતો દેખાયો.  

રિપ્લેમાં જોવા મળે છે કે હોલ્ડરમાં હાથમાં રહેલો બોલ પહેલા જમીનને સ્પર્શે છે. થર્ડ અમ્પાયરે રિવ્યુ પછી કેચને ક્લિયર ગણાવ્યો  અને પાટીદારને આઉટ જાહેર કરવામાં આવ્યો. મેચના નિર્ણાયક તબક્કે આ નિર્ણયથી કોહલી સ્પષ્ટપણે નાખુશ જણાવ્યો.

પૂર્વ અમ્પાયરે આપ્યો આવો મત:
ગયા વર્ષે IPL અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અમ્પાયર તરીકે નિવૃત્તિ લેનારા અનિલ ચૌધરીએ આ વિવાદ અંગે ટીપ્પણી કરી છે. ચૌધરીએ આવા કેચ અંગે નિર્ણય લેતા પહેલા કયા મુખ્ય પાસાઓ પર ધ્યાન આપવું જોઈએ તે અંગે ધ્યાન દોર્યું, તેમણે જણાવ્યું કે પાટીદારને નોટ આઉટ આપવો જોઈતો હતો.

અનિલ ચૌધરીએ કહ્યું, "તમારે બે બાબતો પર ધ્યાન આપવું જોઉએ. પહેલી કેચ પર નિયંત્રણ, અને બીજી, બોડી મૂવમેન્ટ. હોલ્ડર પોતાના શરીર પર નિયંત્રણ રાખે તે પહેલાં, તેની હથેળી નીચે તરફ ગઈ, અને બોલ જમીનને સ્પર્શી ગયો. મને લાગે છે કે તે (પાટીદાર) આઉટ નહોતો. મને એ નથી સમજાઈ રહ્યું કે ટીવી અમ્પાયરે શું જોયું,"