નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 43મી મેચ ગઈકાલે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. હાઈ સ્કોરિંગ મેચમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતાં દિલ્હીને જીતવા 226 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હીએ 5 બોલ બાકી રહેતા ટાર્ગેટ પાર પાડ્યો હતો. કેએલ રાહુલે 40 બોલમાં 75 રનની ઈનિંગ રમી હતી. જેના કારણે તેને પ્લેયર ઑફ ધ મેચ પસંદ કરાયો હતો. દિલ્હી કેપિટલ્સની જીત બાદ પોઈન્ટ ટેબલમાં બદલાવ થયો હતો.
રાજસ્થાન રોયલ્સ હાર છતાં પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે. રાજસ્થાને 10માંથી 6 મેચ જીતી છે અને શુક્રવારે સીઝનમાં ચોથી મેચ ગુમાવી હતી. 12 પોઈન્ટ અને +0.510 નેટ રન રેટ છે. બીજા અને ત્રીજા સ્થાને રહેલા આરસીબી અને સનરાઈઝર્સના પણ 12-12 પોઈન્ટ છે, પરંતુ બંનેનો નેટ રન રેટ અનુક્રમે +1.420 તથા +0.832 છે. પંજાબ કિંગ્સ 13 પોઈન્ટ સ્થાને પ્રથમ સ્થાને છે અને નેટ રન રેટ +1.043 છે.
દિલ્હી કેપિટલ્સે લગાવી છલાંગ?
દિલ્હી કેપિટલ્સ પહેલા સાતમા સ્થાને હતી. રાજસ્થાન રોયલ્સને હરાવીને દિલ્હીએ પોઈન્ટ ટેબલમાં એક સ્થાનની છલાંગ લગાવી છે. દિલ્હીએ 9 માંથી 4 મેચ જીતી છે અને 5 માં હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીના 8 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ -0.895 છે. તેમનાથી આગળ પાંચમા સ્થાને ગુજરાત ટાઇટન્સ છે, જેણે 9 માંથી 5 મેચ જીતી છે અને 10 પોઈન્ટ છે. ગુજરાતના નેટ રન રેટ -0.192 છે.
દિલ્હી કેપિટલ્સની જીત બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને સરકી ગયું છે. CSK એ 8 માંથી 3 મેચ જીતી છે અને તેમના 6 પોઈન્ટ અને નેટ રન રેટ -0.121 છે. છે. આઠમા સ્થાને રહેલી કોલકાતા નાઈટ રાઈડર્સના 5 પોઈન્ટ છે. KKR એ 8 માંથી 2 મેચ જીતી છે અને 5 હારી છે, જ્યારે તેમની એક મેચ રદ થઈ હતી. તેનો નેટ રન રેટ -0.751 છે.
મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઊ સુપર જાયન્ટ્સના 4-4 પોઈન્ટ છે, બંનેએ 8-8 માંથી 2-2 મેચ જીતી છે. -0.784 ની નેટ રન રેટ સાથે MI પોઈન્ટ ટેબલમાં નવમા અને -1.106 ની નેટ રન રેટ સાથે LSG દસમા સ્થાને છે.
આજે કઈ મેચ
આઈપીએલ 2026નો 44મો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સાંજે 7.30 કલાકથી રમાશે.