Fri Sep 04 2026

Logo

IPL 2026: ઓરેન્જ કેપની રેસમાં શુભમને વિરાટને પછાડ્યો, જાણો કોના માથે છે પર્પલ કેપ?

2026-04-27 12:27:00
Author: Savan Zalariya
IPL 2026: ઓરેન્જ કેપની રેસમાં શુભમને વિરાટને પછાડ્યો, જાણો કોના માથે છે પર્પલ કેપ?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સીઝનની લીગ સ્ટેજની 70 મેચમાંથી 38 મેચ રમાઈ ચુકી છે, લીગ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસ રસપ્રદ બની રહી છે. ગઈ કાલે IPL 2026માં સૌથી વધુ રન બનાવનારા બેટરની યાદીમાં એક ફેરફાર જોવા મળ્યો, ગુજરાત ટાઇટન્સ(GT)નો કેપ્ટન શુભમન ગીલ રોયલ ચેલેન્જર બેન્ગલુરું(RCB)ના વિરાટ કોહલીને પાછળ છોડીને પાંચમા ક્રમે આવી ગયો છે.

ગઈ કાલે રવિવારે IPLમાં બે મેચ યોજાઈ હતી. એક મેચ ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) અને ગુજરાત ટાઇટન્સ(GT) વચ્ચે, જ્યારે બીજી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ(LSG) અને કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) વચ્ચે રમાઈ હતી. ગુજરાત ટાઇટન્સ(GT)નાં કેપ્ટન શુભમન ગીલે 23 બોલમાં 33 રનની ઇનિંગ રમી. શુભમન વિરાટ કોહલીને પછાળ છોડીને ઓરેન્જ કેપની રેસમાં પાંચમા ક્રમે આવી ગયો. સનરાઈઝાર્સ હૈદરાબાદ(SRH)નો ઓપનર અભિષેક શર્મા આ યાદીમાં હજુ પણ પ્રથમ ક્રમે યથાવત છે.

IPL 2026માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ:
1.    અભિષેક શર્મા-380 રન
2.    કે એલ રાહુલ- 357 રન
3.    વૈભવ સૂર્યવંશી - 357 રન
4.    હેનરિક ક્લાસેન - 349 રન
5.    શુભમન ગીલ- 330 રન

પર્પલ કેપ કોના માથે?
IPL 2026 પર્પલ કેપ માટેની રેસ ખૂબ જ રોમાંચક જોવા મળી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK)નો ફાસ્ટ બોલર અંશુલ કંબોજ ઈશાન મલિંગાને પાછળ છોડીને નંબર વન સ્થાન પર પહોંચ્યો છે. બંને બોલરોએ 14-14 વિકેટ લીધી છે, 13 વિકેટ સાથે જોફ્રા આર્ચર ત્રીજા સ્થાને છે. પ્રિન્સ યાદવ ટોપ પાંચમાં એન્ટ્રી કરી છે,  13 વિકેટ સાથે પ્રિન્સ ચોથા સ્થાને છે, અને કાગીસો રબાડા 13 વિકેટ સાથે પાંચમા સ્થાને છે.

1. અંશુલ કંબોજ - 14 વિકેટ
2. ઈશાન મલિંગા - 14 વિકેટ
3. જોફ્રા આર્ચર - 13 વિકેટ
4. પ્રિન્સ યાદવ - 13 વિકેટ
5. કાગિસો રબાડા - 13 વિકેટ

આજે દિલ્હી કેપિટલ્સ(DC) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે મેચ રમાશે, આ મેચ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસમાં ફેરફાર થઇ શકે છે.