મુંબઈ: આ મહિનાના અંતે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2026ની ફાઈનલ મેચ રમાશે. અહેવાલો મુજબ આ સિઝન બાદ ત્રણ ટીમોના કેપ્ટન પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી શકે છે. અહેવાલ મુજબ અક્ષર પટેલ, અજિંક્ય રહાણે અને ઋષભ પંત કેપ્ટનશીપ ગુમાવી શકે છે, આ ત્રણેય પોતપોતાની ટીમોને આ સિઝનના પ્લેઓફમાં પહોંચાડવાના નિષ્ફળ રહ્યા છે.
નોંધનીય છે કે લખનઉ સુપર જાયન્ટ્સ જ સત્તાવાર રીતે IPL 2026માંથી બહાર થઇ ગઈ છે, ટીમના કેપ્ટન ઋષભ પંત પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે. રહાણેના નેતૃત્વ હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) અને અક્ષર પટેલના નેતૃત્વ હેઠળ દિલ્હી કેપિટલ્સ(DC) પણ નિરાશાજનક પ્રદર્શન કરી રહી છે, આ બંને ટીમો ટુર્નામેન્ટમાંથી બહાર થાય એ લગભગ નક્કી જ છે.
કેપ્ટન ઉપરાંત એક ખેલાડી તરીકે પણ અક્ષર નિષ્ફળ રહ્યો છે. આ સિઝનમાં નવ ઇનિંગ્સમાં અક્ષરે 112.50ની સ્ટ્રાઇક-રેટથી ફક્ત 100 રન બનાવ્યા છે, જેમાંથી 56 રન તેણે એક ઇનિંગ્સમાં બનાવ્યા છે, બાકીની 8 ઇનિંગ્સમાં તે માત્ર 44 રન જ બનાવી શક્યો.. અક્ષરે 12 મેચમાં 36 ઓવર ફેંકી છે, જેમાં 8.08 ના ઇકોનોમી રેટથી 10 વિકેટ લીધી છે.
લાખનઉ સુપર જાયન્ટ JSW અને GMR ગ્રુપની સહ માલિકીની ટીમ છે. મેનેજમેન્ટ માટે અલ્ટરનેટ સાયકલ સિસ્ટમ નક્કી કરવામાં આવી છે, આગામી સિઝનમાં પાર્થ જિંદાલ અને JSW ટીમ મેનેજમેન્ટ સંભાળી શકે છે.
પંત અપેક્ષા મુજબ કેપ્ટનશીપ કરી શક્યો નથી. પંતે અલગ અલગ પોઝિશન પર બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેના નેચરલ અંદાજમાં બેટિંગ કરતો ન દેખાયો. પંતે સિઝનમાં 138 ના સ્ટ્રાઇક-રેટથી 251 રન બનાવ્યા છે, જે સામાન્ય આંકડા છે.
KKR પાસે કોઈ વિકલ્પ ન હોવાને કારણે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. મુંબઈ ટીમમાં તેમના તેના ભૂતપૂર્વ સાથી અભિષેક નાયર KKRના હેડ કોચ હોવાને કારણે તેને કેપ્ટનશીપ મળવામાં મદદ રહી.
કેપ્ટન રહાણેએ સિઝનમાં અત્યારસુધી 133 ના સ્ટ્રાઇક રેટથી 237 રન જ બનાવ્યા.