મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 19 સિઝનમાં સતત ફ્લોપ શો કરી રહેલી મુંબઈ ઇન્ડિયન્સ(MI)ની ટીમે ગઈ કાલે સોમાવરે શાનદાર પ્રદર્શન કરતા હાઈ સ્કોરિંગ મેચમાં લખનઉ સુપર જાયન્ટ(LSG) હરાવ્યું. LSGએ આપેલો 228 રનનો ટાર્ગેટ MIએ 4 વિકેટ ગુમાવીને 8 બોલ બાકી રહેતા ચેઝ કરી લીધો. નોંધનીય છે કે ગઈ કાલની મેચમાં MIના કાયમી કેપ્ટન હર્દિક પંડ્યાની ગેરહાજરીમાં સુર્યકુમાર યાદવે ટીમની આગેવાની હતી, એવામાં આહેવાલ છે કે MI ટીમ મેનેજમેન્ટ પંડ્યાના પ્રદર્શનથી નરાજ છે અને તેની પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી શકે છે.
ગઈ કાલે મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં રમયેલી મેચના ટોસ માટે MI તરફથી હાર્દિક પંડ્યાને બદલે સૂર્યકુમાર યાદવ મેદાનમાં આવ્યો. ટોસ બાદ સુર્યાએ જણાવ્યું કે હાર્દિક બીમાર છે. બાદમાં, મુંબઈ ઈન્ડિયન્સે જણાવ્યું કે હાર્દિકની કમરમાં દુખાવો હોવાથી તેને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. પરંતુ સોશીયલ મીડિયા પર ચર્ચા છે કે હાર્દિકની હકાલપટ્ટી કરવામાં આવી છે અને IPLની ચાલુ સિઝનની બાકીની મેચોમાંથી પણ તેને બાહર રાખવામાં આવી શકે છે.
હાર્દિક પંડ્યા કેપ્ટન અને ખેલાડી તરીકે ફેઈલ:
નોંધનીય છે કે IPLની ચાલુ સિઝનમાં MIએ 10 મેચ રમી છે, જેમાંથી ટીમ માત્ર 3 મેચ જીતી શકી છે. MIની ટીમ 6 પોઈન્ટ્સ સાથે 9મા સ્થાને છે. ટીમ પ્લે ઓફ સુધી પહોંચી શકે એવી શક્યતા લગભગ નહીવત છે. આ સિઝનમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ સામે સવાલો ઉઠી ચુક્યા છે. ટીમના સતત નબળા પ્રદર્શનને કારણે MI મેનેજમેન્ટ પંડ્યાથી નારાજ છે.
IPLની ચાલુ સીઝનમાં હાર્દિક ઓલરાઉન્ડર ખેલાડી તરીકે પણ નિષ્ફળ રહ્યો, આ સિઝનની 8 મેચમાં તેણે 20.85 ની એવરેજ અને 136.44ની સ્ટ્રાઇક રેટથી માત્ર 146 રન બનાવ્યા છે અને માત્ર ચાર વિકેટ લીધી છે.
અહેવાલ મુજબ હાર્દિક બુમરાહ જેવા વર્લ્ડ ક્લાસ બોલરનો યોગ્ય ઉપયોગ નથી કરી શક્યો, આ સિઝનની 10 મેચમાં બુમરાહ માત્ર ફક્ત ત્રણ વિકેટ લઇ શક્યો છે.
હાર્દિકની નેતૃત્વ ક્ષમતા પર સવાલ:
અહેવાલ મુજબ MI ટીમ મેનેજમેન્ટને હાર્દિકની નેતૃત્વ ક્ષમતા પર વિશ્વાસ રહ્યો નથી. IPL 2024 માં MIએ હાર્દિકને ગુજરાત ટાઇટન્સ પાસેથી ખરીદ્યો અને રોહિત શર્મા પાસેથી ટીમની કમાન તેને સોંપી. ત્યાર બાદથી MIની ટીમ અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી છે.
MIની ટીમ ટીમે છેલ્લે વર્ષ 2020 માં IPL ટાઇટલ જીતી હતી, ત્યાર બાદ પાંચ વર્ષથી ટીમ ટ્રોફી નથી જીતી શકી છે અને સંભવતઃ છઠ્ઠી સીઝન તરફ પણ ટ્રોફી વગર જ સમાપ્ત થશે. વર્ષ 2020 બાદ MI 2023 અને 2025ની સીઝનમા પ્લેઓફમાં પહોંચી હતી, જ્યારે વર્ષ 2022 અને 2024 માં પોઈન્ટ ટેબલમાં તળિયે રહી.
અહેવાલો મુજબ તબીબી સમસ્યાઓનું કારણ આપીને હાર્દિક પંડ્યાએ આગામી મેચોમાંથી વિરામ આપવામાં આવી શકે છે, હાર્દિકની જગ્યાએ ટીમનું નેતૃત્વ ભારતીય T20 ટીમના કેપ્ટનનું પદ સંભાળતા સુર્યકુમારના હાથ રહેશે.
રોહિત શર્માનું શાનદાર કમબેક:
ગઈ કાલની મેચ MIના દિગ્ગજ બેટર અને પૂર્વ બેટર રોહિત શર્માએ શાનદાર ઇનિંગ રમી. હેમસ્ટ્રિંગની ઇજાને કારણે પાંચ મેચ બાદ ટીમમાં પરત ફરેલા રોહિતે 44 બોલમાં 84 રનનીઓ મેચ વિનિંગ ઇનિંગ રમી, જેમાં તેણે 7 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા.
સૂર્યકુમાર યાદવે બેટિંગમાં ફરી નિરાશ કર્યા છે, LSG સામે તે 7 બોલમાં 11 બનાવીને આઉટ થઇ ગયો. તેણે IPL 2026ની 10 મેચ ફક્ત 195 રન બનાવ્યા છે, જેમાં તેણે માત્ર એક ફિફ્ટી ફટકારી છે.