Wed May 06 2026

Logo

શેરબજારમાં બુધવારની બમ્પર શરૂઆત! સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યા, વૈશ્વિક બજારોમાં તેજી

2026-05-06 09:54:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: આજે બુધવારે ભારતીય શેર બજારે ઉછાળા સાથે કારોબાર શરુ કર્યો. બોમ્બે સ્ટોક્સ એકચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 406 પોઈન્ટના વધારા સાથે 77,424 પર ખુલ્યો. જ્યારે, નેશનલ સ્ટોક્સ એકચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 138 પોઈન્ટના ઉછાળા સાથે 24,171 પર ખુલ્યો.

આજે બુધવારે, સેન્સેક્સની 30 માંથી 27 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા અને બાકીની બધી 3 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમ ખુલ્યા.  નિફ્ટી 50 ની 50 માંથી 48 કંપનીઓના શેર વધારા સાથે ગ્રીન સિગ્નલમાં ખુલ્યા અને બાકીની 2 કંપનીઓના ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા.

સેન્સેક્સના આ શેરોમાં વધારો-ઘટાડો:
સેન્સેક્સ કંપનીઓમાં, ઇન્ડિગોના શેર આજે સૌથી વધુ 2.35 ટકાનો વધારો નોંધાયો અને L&Tના શેર આજે સૌથી વધુ 3.11 ટકાનો વધારો નોંધાયો.

આજે સેન્સેક્સના બાકીના શેરોમાં, બજાજ ફાઇનાન્સના શેરમાં 1.88 ટકા, બજાજ ફિનસર્વના શેરમાં 1.45 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 1.44 ટકા, SBIના શેરમાં 1.39 ટકા, ICICI બેંકના શેરમાં 1.36 ટકા, ટ્રેન્ટના શેરમાં 1.31 ટકા, ટાટા સ્ટીલના શેરમાં 1.28 ટકા, એક્સિસ બેંકના શેરમાં 1.26 ટકા, ટેક મહિન્દ્રાના શેરમાં 1.14 ટકા, ઇટરનલના શેરમાં 1.09 ટકા, અદાણી પોર્ટ્સના શેરમાં 1.05 ટકા, મારુતિ સુઝુકીના શેરમાં 1.04 ટકા, BELના શેરમાં 0.90 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં 0.87 ટકા, ઇન્ફોસિસના શેરમાં 0.87 ટકા, એશિયન પેઇન્ટ્સના શેરમાં 0.87 ટકા, ટાઇટનના શેરમાં 0.84 ટકા, HCL ટેકના શેરમાં 0.75 ટકા, TCSના શેરમાં 0.74 ટકા, HDFC બેંકના શેરમાં 0.67 ટકા, ભારતી એરટેલના શેરમાં 0.67 ટકા, કોટક મહિન્દ્રા બેંકના શેરમાં 0.62 ટકા,, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 0.47 ટકા, સન ફાર્માના શેરમાં 0.38 ટકાના, NTPC ના શેરમાં 0.35 ટકા અને ITCના ના શેરમાં 0.35 ટકાના વધારના સાથે ખુલ્યા.

બીજી તરફ, આજે હિન્દુસ્તાન યુનિલિવરના શેર 0.06 ટકાના ઘટાડા સાથે ખુલ્યા અને પાવર ગ્રીડના શેર 0.02 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.

વૈશ્વિક બજારમાં વધારો:
યુએસ અને ઈરાન વચ્ચે શાંતિ કરારની આશાને કારણે વચ્ચે વૈશ્વિક બજારોમાં તેજી જોવા મળી રહી છે. આજે દક્ષિણ કોરિયાનાં ઇન્ડેક્સ કોસ્પી 5.4 ટકાના વધારા સાથે નવી ટોચે પહોંચ્યા, જ્યારે કોસ્ડેકમાં 0.15 ટકાનો વધરો નોંધાયો. 

ગઈ કાલે મંગળવારે યુએસ શેરબજારો વધારા સાથે બંધ થયા, S&P 500 અને નાસ્ડાક રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.73 ટકાના વધારા સાથે 49,298 પર બંધ થયો, જ્યારે S&P 500 0.81 ટકાના વધારા સાથે 7,259 પર બંધ થયો. નાસ્ડાક 1.03 ટકાના વધારા સાથે 25,326.13 પર બંધ થયો.

ક્રૂડના ભાવ ઘટ્યા:
ઈરાન સાથેના સંઘર્ષનો અંત લાવવા માટે સંભવિત શાંતિ કરાર અંગે ટ્રમ્પે સંકેતો આપતા ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે. જુલાઈ માટે બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 1.38 ટકા ઘટીને $108.35 પ્રતિ બેરલ પર પહોંચ્યો. જૂન માટે યુએસ બેન્ચમાર્ક વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ફ્યુચર્સ 1.47 ટકા ઘટીને $100.77 પર પહોંચ્યો.