Sat May 09 2026

Logo

વૈશ્વિક શેરબજારોની અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બજારોનું નેગેટિવ ઓપનિંગ

2026-05-08 10:21:00
Author: Mumbai Samachar Team
Article Image

સપ્તાહના અંતિમ સેશનમાં ભારતીય શેરબજારો લાલ નિશાનમાં ઓપન થયા છે. સેન્સેક્સ ગઇકાલની બંધ 77, 844.52ની સપાટીથી 212.58 પોઇન્ટ ઘટી 77,631. 94ની સપાટીએ ઓપન થયો છે. જ્યારે નિફટી ગઇકાલની બંધ 24, 326.65ની સપાટીએથી 93 પોઇન્ટ ઘટી 24,233.65ની સપાટીએ ખુલ્યો છે. 

નિફ્ટી આઇટી શેરો પર નજર કરીએ તો એચસીએલ, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એલટીએમ, ઓરેકલ ફિન સર્વના શેર્સમાં તેજી જોવા મળી રહી છે તો બીજી તરફ ટીસીએસ અને વિપ્રો લાલ નિશાનમાં ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. સરકારી બેંકના શેર્સ પર નજર કરીએ તો મોટા ભાગની બેંકો રેડ ઝોનમાં ટ્રેડ કરી રહી છે. BOB, BOI, કેનેર બેંક, સેન્ટ્રલ બેંક, IOB, PNB, બેંક ઓફ મહારાષ્ટ્ર, યુનિયન બેંક, યુકો બેંકના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 

નિફ્ટીમાં ખાનગી બેંકોના શેરોનું ઓપનિંગ પણ લાલ નિશાનમાં થયું છે. એક્સિસ બેંક, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિન સર્વ, ચોલા ઇન્વેસ્ટમેન્ટ, એચડીએફસી બેંક, એચડીએફસી લાઇફ, ICICI BANK, ICICI લોમ્બાર્ડ, જીયો ફાઇનાન્સિયલ, કોટક મહિન્દ્રા, LIC હાઉસિંગ ફાઇનાન્સ, મૂથૂટ ફાઇનાન્સના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 
નિફ્ટી ફાર્મા શેરો મિશ્ર ટ્રેન્ડ દર્શાવી રહ્યા છે. એબોટ, અજંટા ફાર્મા, આલ્કેમ લેબ, સિપ્લા, ડિવિસ લેબ, ડો.રેડ્ડીઝ લેબ, ગ્લેનમાર્ક ફાર્માના શેરોમાં વેચવાલીનો મૂડ દેખાઇ રહ્યો છે. તો બીજી તરફ ઓરોબિન્દો ફાર્મા, બાયોકોન, ઇપ્કા લેબમાં ગ્રીન ઝોનમાં કારોબાર જોવા મળી રહ્યો છે. 

નિફ્ટી એફએમસીજી શેરોમાં બ્રિટાનિયામાં સૌથી વધુ 4 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, ઇમામી, એચયુએલ, આઇટીસી, પતંજલી ફુડ્સમાં રેડ ઝોનમાં કારોબાર જોવા મળી રહ્યો છે. બીજી તરફ મેટલ શેરો પણ લાલ નિશાન સાથે કારોબારો કરી રહ્યા છે. હિન્દાલ્કો, હિંદ કોપર, જિંદાલ સ્ટીલ, JSW સ્ટીલ, નાલ્કો, NMDC, ટાટા સ્ટીલ, વેદાંતા, વેલસ્પન કોર્પમાં લાલ નિશાન સાથે ટ્રેડ થઇ રહ્યો છે. 

રિયલ એસ્ટેટ શેરોની વાત કરીએ તો ગોદરેજ પ્રોપર્ટી, આદીત્ય બિરલા રિયલ એસ્ટેટ, લોઢા ડેવલપર્સ, શોભા ડેવલપર્સના શેર લાલ નિશાન સાથે કારોબાર કરી રહ્યા છે બીજી તરફ પ્રેસ્ટીજ, ઓબેરોય રિયલ્ટીમાં ગ્રીન ઝોનમાં કારોબાર જોવા મળી રહ્યો છે. મીડિયા શેરો પર નજર કરીએ તો સન ટીવી, સારેગામા ઇન્ડિયા, હેથવે કેબલ, નેટવર્ક 18, નઝારા, પ્રાઇમ ફોકસના શેર લાલ નિશાનમાં છે. ટિપ્સ મ્યુઝિક અને ઝી એન્ટરટેઇનના શેરો લીલા નિશાન સાથે કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી એનર્જી શેરો પર નજર કરીએ તો અદાણી ટોટલ ગેસ, અદાણી લોજિસ્ટિક્સ, ભેલ, BPCL,  ગુજરાત સ્ટેટ પેટ્રો, હિંદ પેટ્રોમાં નરમાશ જોવા મળી રહી છે.