નવી દિલ્હીઃ ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઈરાને હોર્મુઝનો જળમાર્ગ બંધી કરી દીધો છે. આ જળમાર્ગ બંધ થતા ક્રૂડ અને LPGનું સંકટ દુનિયાભરના દેશ માથે તોળાઈ રહ્યું છે. ભારત માટે મોટી રાહત એ થવાની છે કે, ઈરાનની હોર્મુઝ ક્રિકમાં ફસાયેલા બે જહાજને ભારત આવવા માટેની મંજૂરી મળી ચૂકી છે. ભારતના બન્ને જહાજ એ હોર્મુઝ જળમાર્ગ પાર કરી લીધો છે.ભારત તરફથી આ વિષય પર વાત કરતા વિદેશ મંત્રાલય સચીવ રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે,શનિવારે સવારે ભારતીય ધ્વજ ધરાવતા બે જહાજ હોર્મુઝ ક્રિકમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ ચૂક્યા છે.
શિવાલિક અને નંદાદેવી નામના જહાજ
શિવાલિક અને નંદાદેવી નામના બે જહાજ હોર્મુઝ જળમાર્ગમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ ચૂક્યા છે. હવે તે ટૂંક સમયમાં ભારતમાં પહોંચી જશે.આગામી 16 અથવા 17 માર્ચે ભારત પહોંચી જશે.રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, 30 મર્ચન નેવી અધિકારીની નિયુક્તિ કરવામાં આવી હતી અને 3000 નાવિકોની પસંદગી કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસોમાં 6 જહાંજ મળ્યા છે. ભારતીય નૌસેનાની યુદ્ધ શિપ હાલમાં ગલ્ફો ઓફ ઓમાનમાં તહેનાત છે. થોડા સમય બાદ તે મર્ચેંટ શિપને એસ્કોર્ટ કરશે. પર્શિયન ગલ્ફમાં હજુ પણ 24 જેટલા જહાંજ ફસાયેલા છે.
સુજાતા શર્માએ કરી ચોખવટ
પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચીવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે, ક્રૂડ ઓઈલ અને રીફાઈનરીના સંબંધમાં આપણી પાસે પૂરતું પેટ્રોલ-ડીઝલ છે.આપણી રીફાઈનરી પાસે પૂરી ક્ષમતા સાથે કામ કરી રહી છે. પેટ્રોલ ડીઝલને લઈને ખોટી દોડધામ કરવાની જરૂર નથી. અત્યારે આ કોમોડિટીને લઈને કોઈ આયાત કરવાની પણ જરૂર નથી. બન્ને જહાજ ભારત આવતી જતા ગેસની કટોકટી ઓછી થઈ જશે એવું હાલ મનાય રહ્યું છે. હોર્મુઝ રૂટ ક્રૂડ ઓઈલ અને ગેસ માટે અતિ મહત્ત્વનો માનવામાં આવે છે. હવે બીજા જહાંજ આવે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.