Thu Sep 10 2026

Logo

ઈન્ડો-પેસિફિકમાં ભારત મજબૂત! વધુ એક સ્વદેશી યુદ્ધ જહાજ સામેલ થતા તાકાત બમણી

2026-03-22 12:32:00
Author: Vimal Prajapati
ઈન્ડો-પેસિફિકમાં ભારત મજબૂત! વધુ એક સ્વદેશી યુદ્ધ જહાજ સામેલ થતા તાકાત બમણી

નવી દિલ્હીઃ ભારતીય નૌસેનાની નવી આઈએનએસ નીલગિરિ હવે ઓસ્ટ્રેલિયામાં યોજાઈ રહેલી બહુરાષ્ટ્રીય દરિયાઈ તાલીમ ‘અભ્યાસ કાકાડુ 2026’માં ભાગ લઈ રહી છે. ઑસ્ટ્રેલિયાની રોયલ નૌસેના દ્વારા યોજાતી બહુરાષ્ટ્રીય તાલીમ અભ્યાસ કાકાડુ 2026માં પૂર્વીય પેસિફિક ક્ષેત્રમાં આઈએનએસ નીલગિરિ યુદ્ધ જહાજની સામેલગીરી ભારતીય નૌસેના માટે એક મહત્ત્વનો પડાવ છે. મહત્વની વાત એ છે કે, આ કવાયત દ્વારા ભારત અન્ય દેશો સાથે સંકલન, સહયોગ અને દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવી રહ્યું છે.

ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અભ્યાસ કાકડુ 2026 શરૂ

ભારતીય નૌસેનાએ એક્સ પર જાણકારી આપતા કહ્યું કે, અન્ય દેશો સાથઓે સંકલન, સહયોગ અને દરિયાઈ સુરક્ષા માટે આ યુદ્ધાભ્યાસ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં પરંતુ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા અંગે દેશો વચ્ચે ભાગીદારીને મજબૂત બનાવે છે. અભ્યાસ કાકડુ ઓસ્ટ્રેલિયા દ્વારા આયોજિત એક મુખ્ય આંતરરાષ્ટ્રીય નૌકાદળ કવાયત છે, જેમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની અનેક નૌકાદળો સંયુક્ત રીતે વિવિધ દરિયાઈ કામગીરીનો અભ્યાસ કરવા માટે ભાગ લે છે.

 

ભારતીય નૌકાદળમાં સ્વદેશી યુદ્ધ જહાજોને સામેલ થયા

મહત્વની વાત એ છે કે, ભારતીય નૌકાદળ દરિયાઈ ક્ષેત્રમાં તેની ક્ષમતાઓને વધારવા માટે એક પછી એક સ્વદેશી યુદ્ધ જહાજોને સામેલ કરી રહ્યું છે. 2047 સુધીમાં સંપૂર્ણપણે આત્મનિર્ભર બનવાની તૈયારીઓ ચાલી રહી છે. નૌકાદળમાં નવા સ્વદેશી પ્લેટફોર્મનો સતત સમાવેશ કરવામાં આવી રહ્યો છે. તેમાં તારાગિરી એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે. 

દરિયાઈ ક્ષેત્રમાં ભારતની સ્થિતિ વધારે મજબૂત થશે

પ્રોજેક્ટ 17A હેઠળ બનેલ INS નીલગિરી વર્ગનું એક અદ્યતન માર્ગદર્શિત-મિસાઇલ સ્ટીલ્થ ફ્રિગેટ - નૌકાદળમાં જોડાવા માટે તૈયાર છે. જે દરિયાઈ ક્ષેત્રમાં ભારતની સ્થિતિ વધારે મજબૂત કરી શકે છે. ભારતીય નૌકાદળ દ્વારા જારી કરાયેલા એક નિવેદન પ્રમાણે તારાગિરીને આવતા મહિને - ખાસ કરીને 3 એપ્રિલના રોજ વિશાખાપટ્ટનમ ખાતે નૌકાદળના કાફલામાં ઔપચારિક રીતે કમિશન કરવામાં આવશે. આ પ્રસંગે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પોતે આ માર્ગદર્શિત-મિસાઇલ ફ્રિગેટને નૌકાદળને સમર્પિત કરશે.