નવી દિલ્હીઃ મખાના માત્ર પૂજા, ઉપવાસ કે લાઈટ ડાયેટ પૂરતા જ સીમિત નથી. હેલ્ધી ફૂડ તરીકે મખાનાની સર્વસ્વીકૃતિ થઈ રહી છે. ડૉક્ટર્સ પણ આને પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમના પુરક ગણાવી રહ્યા છે. આ કારણે મખાનાના અનેક એવા સ્નેક માર્કેટમાં તૈયાર મળી રહ્યા છે. માત્ર દેશમાંથી જ નહીં વિદેશોમાંથી પણ મખાનાની માગ વધી રહી છે. અમેરિકા હવે ભારતીય મખાનાનો સૌથી મોટો ગ્રાહક દેશ બની ગયો છે. મોટી માત્રામાં ખરીદારી અમેરિકા ભારતીય મખાનાની કરે છે. આ પાછળના અનેક એવા કારણો પણ સામે આવ્યા છે. અમેરિાકમાં લૉ કેલેરી ફૂડ ખાવાનું લોકો પસંદ કરી રહ્યા છે.
અમેરિકામાં સૌથી વધુ માગ
અમેરિકામાં પણ ઘણા ભારતીય સમુદાય મખાનાની માગ કરી રહ્યા છે. અમેરિકામાં હવે સ્નેક્સ કલ્ચરની માગ વધી રહી છે. દુનિયાભરમાં વધી રહેલી મખાનાની માગને ધ્યાને લઈને ભારત સરકારે તાજેતરમાં જ મખાના બોર્ડની સ્થાપના કરી હતી, જેનો હેતુ સમગ્ર વ્યાપાર સિસ્ટમને સંગઠિત કરી, ઉત્પાદન વધારવા પર ફોક્સ કરવાનો છે.

અમેરિકામાં ઓછી કેલેરીવાળા સ્નેક્સ અમેરિકામાં રહેતા લોકો વધારે પસંદ કરે છે. મખાનાને સરળતાથી કસ્ટમાઈઝ બીજા મસાલા સાથે કરી શકાય છે. લાઈટ સ્નેક્સની કેટેગરીમાં આવતા અમેરિકામાં ભારતીય મખાનાની માગ વધી છે. આ સિવાય ગ્લૂટેન ફ્રી ફૂડ ખાનારાઓની સંખ્યા વધી રહી છે.
આવી થયું માર્કેટનું વિસ્તરણ
પ્લાન્ટ બેસ્ડ સ્નેક્સનું માર્કેટ મોટું થઈ રહ્યું છે. મખાના આ બન્નેમાં ફૂડમાં સરળતાથી સ્થાન પ્રાપ્ત કરી લેતા મખાના માર્કેટ આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરી છે. અમેરિકામાં પણ ભારતીય સમુદાય ઘણો મોટો છે, જેઓ પારંપરિક ટેસ્ટ માટે પૈસા ખર્ચે છે.મખાના પારંપરિક હોવાની સાથે હેલ્થ ફ્રેન્ડલી વિકલ્પ પણ છે.
ઓન ધ ગો સ્નેક્સ અમેરિકામાં સૌથી વધારે વેચાય છે. રોસ્ટેડ અને ફ્લેવર્ડ મખાનાને આ ફોર્મેટમાં તૈયાર કરી શકાય છે. આમા હવે પેકેજિંગ અને ફ્લેવર્ડ વેરાઈટીની માગમાં વધારો થયો છે. ભારતમાં મખાનાનું પ્રોસેસિંગ, પેકિંગ, ગ્રેડિંગ સિવાય અનેક એવી પ્રોસેસ સરળતાથી થાય છે. ગુણવાત્તા પણ જળવાય છે. બ્રાંડેડ ફ્લેવર્ડ મખાનાની પણ નિકાસ કરવામાં આવે છે, અમેરિકા જેવા મોટા શહેરોમાં પ્રીમિયમ માર્કેટ સુધી પહોંચ્યા છે. ટેરિફની ચિંતા વગર મખાના માર્કેટમાં ભારતીય મખાનાની ભારે માગથી ભારતને પણ થોડો ફાયદો થયો છે.
આ કારણે ભરોસો વધ્યો
ભારત પાસેથી મખાના ખરીદનાર દેશમાં અમેરિકા પ્રથમ ક્રમે છે, ત્યાર બાદ નેપાળ, સંયુક્ત આરબ અમીરાત, યુનાઈટેડ કિંગ્ડમ, બાંગ્લાદેશ જેવા દેશનો સમાવેશ થાય છે. બિહાર મખાનાનું મુખ્ય કેન્દ્ર રાજ્ય છે. આ પાછળનુ કારણ બિહારની આબોહવા, ભૌગોલિક સ્થિતિ, જમીન, માર્કેટ અને પરંપરા છે.
મિથિલા બેલ્ટમાં આની મોટી માત્રામાં ખેતી થાય છે. બિહારના ખેડૂતોને મખાના પકવવાનો અને તેની ખેતી કરવાનો બહોળો અનુભવ છે. ખાસ વાત એ છે કે, ગુણવત્તાની દ્રષ્ટિએ બિહારના મખાના ઉત્તમ છે આ પરથી મખાનાને એક જીઆઈ ટેગ પણ મળ્યો છે. આ કારણે પણ ખરીદી કરનારાઓનો ભરોસો ભારતીય મખાના પર વધી રહ્યો છે.