Sun Sep 06 2026

Logo

ભારત સરકારે લોકોને ઈંધણના પૂરવઠા અંગે આશ્વસ્ત કર્યા, કહ્યું પરેશાન થવાની જરૂર નથી

2026-03-24 18:20:00
Author: chandrakant Kanoja
ભારત સરકારે લોકોને ઈંધણના પૂરવઠા અંગે આશ્વસ્ત કર્યા, કહ્યું પરેશાન થવાની જરૂર નથી

નવી દિલ્હી : પશ્ચિમ એશિયા સતત વધી રહેલા સંકટ વચ્ચે ભારત સરકારે લોકોને ઈંધણના પૂરવઠા અંગે આશ્વસ્ત કર્યા છે. તેમજ કહ્યું  છે કે દેશમાં  LPG, પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો છે. તેથી લોકોને પરેશાન થવાની જરૂર નથી. તેમજ  ગેસ વિતરણ એજન્સીઓને PNG કનેક્શનનો વિસ્તાર કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.


મંત્રાલયે ખાતરી આપી છે કે પૂરતો સ્ટોક ઉપલબ્ધ 

પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે વર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિએ LPG પુરવઠા પર અસર કરી છે. જોકે, મોટી સંખ્યામાં કાર્ગો લાઇનમાં ઉભા છે. દેશભરના LPG વિતરકોએ કોઈ અછતની જાણ કરી નથી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તાજેતરમાં કેટલાક  બુકિંગો ગભરાટમાં  જોવા મળ્યા હતા. પરંતુ LPG ડિલિવરી સામાન્ય રહી છે. મંત્રાલયે ખાતરી આપી છે કે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો પણ પૂરતો પૂરો પાડવામાં આવી રહ્યો છે. બધા ઘરેલુ ગ્રાહકોને LPG સિલિન્ડર નિયમિતપણે પૂરા પાડવામાં આવી રહ્યા છે. ઘરેલુ ગ્રાહકો માટે PNG પુરવઠો 100 ટકા સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.

શાળાઓ, કોલેજો અને છાત્રાલયોને PNG કનેક્શન આપવાનો નિર્દેશ

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયમનકારી બોર્ડ (PNRGB) એ તાજેતરમાં એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. આ આદેશમાં તમામ શહેર ગેસ વિતરણ એજન્સીઓને રહેણાંક શાળાઓ, કોલેજો અને છાત્રાલયોને PNG કનેક્શન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમજ સમુદાય રસોડા અને આંગણવાડી રસોડાને પાંચ દિવસની અંદર કનેક્શન આપવાનું કહેવામાં આવ્યું છે. આ નિર્દેશ તે બધા સ્થળોએ લાગુ પડે છે જ્યાં નજીકમાં પાઇપલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે.