Sat Aug 29 2026

Logo

બાંગ્લાદેશને બીસીસીઆઇનો મોટો ઝટકો, નહીં રમાય ક્રિકેટ મેચ, કરગરી રહ્યું બાંગ્લાદેશ બોર્ડ

2026-08-12 15:41:01
Author: Mumbai Samachar Team
બાંગ્લાદેશને બીસીસીઆઇનો મોટો ઝટકો, નહીં રમાય ક્રિકેટ મેચ, કરગરી રહ્યું બાંગ્લાદેશ બોર્ડ

નવી દિલ્હીઃ ભારત સાથે સંબંધો સુધારવાની કોશિશ કરી રહેલા બાંગ્લાદેશને મોટો ઝટકો લાગ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ટીમ ઇન્ડિયા સાથે ક્રિકેટ સીરીઝ માટે કોશિશ કરી રહી હતી. બીસીબીના પ્લાન મુજબ ટીમ ઇન્ડિયાની સાથે સપ્ટેમ્બરમાં 3 વન ડે અને 3 ટી 20 મેચોની સીરીઝ રમવા ઇચ્છતું હતું. સીરીઝને લઇને બન્ને દેશોના બોર્ડ વચ્ચે વાતચીતની પહેલ પણ થઇ. પરંતુ નક્કી કરેલા શેડ્યુલના કારણે હવે આ  સીરીઝ અસંભવ લાગી રહી છે. 

હકીકતમાં સપ્ટેમ્બરમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 ટી 20 મેચની સીરીઝ પ્રસ્તાવિત છે. આ મેચ 13, 15 અને 17 સપ્ટેમ્બરે અરુણ જેટલી સ્ટેડિયમમા રમવાની છે. એક રિપોર્ટ મુજબ આ સીરીઝ પર લગભગ મોહર લાગી ચૂકી છે અને ફક્ત ઓફિસિયલ જાહેરાત થવાની બાકી છે. આ જ કારણ છે કે સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશની સાથે ક્રિકેટ મેચ રમાય તેવું લાગતું નથી. 

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્રિકેટને લઇને આ વર્ષની શરુઆતમાં આઇસીસી ટી 20 વર્લ્ડકપના કારણે સંબંધોમાં ખટાશ આવી ગઇ છે. જેના કારણે તેના બદલે સ્કોટલેન્ડનો સમાવેશ કરાયો હતો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની જીદના કારણે ટીમ ઇન્ડિયા ટી 20 વિશ્વકપની મેજબાની પર સવાલો ઉભા થયા હતા, આ ઘટના બાદ બન્ને દેશોના ક્રિકેટ બોર્ડમાં મતભેદનો દોર શરુ થયો હતો. 

કેમ શરુ થયો ભારત-બાંગ્લાદેશ ક્રિકેટમાં મતભેદ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્રિકેટને લઇને મતભેદ આઇપીએલ 2026થી તરત પહેલા શરુ થયો હતો. આખો મામલો આઇપીએલ ઓક્શનમાં બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનના કેકેઆરની ટીમે મોટી રકમથી ખરીદ્યો હતો. તે સમયે બાંગ્લાદેશમાં સાંપ્રદાયિક હિંસા ભડકી હતી જ્યાં બિનમુસ્લિમ સમુદાયની સાથે બર્બરતાની ઘટનાઓનો ભારતમાં ખુબ વિરોધ પ્રદર્શન થયું હતું. આવા સંજોગોમાં જ્યારે બાંગ્લાદેશી ક્રિકેટરની આપીએલમાં રમવાની વાત સામે આવી તો તેનો વિરોધ થવા લાગ્યો. મામલો ગંભીર બનતા કેકેઆરે મુસ્તફિઝુરને રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો.