Wed Jun 17 2026

Logo

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ વિવાદ વચ્ચે ભારત અમેરિકા  ટ્રેડ ડીલની બેઠક મુલતવી

2026-02-22 17:08:27
Author: Chandrakant Kanoja
Article Image

વોશિંગ્ટન: અમેરિકાની સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા ટેરિફને ગેરકાયદે ગણાવ્યો છે. જોકે, તેની બાદ ડોનાલ્ડ ટ્રમ્પે તમામ દેશો પર 15 ટકાનો ગ્લોબલ ટેરિફ લાદયો છે. જેના પગલે સોમવારે 23 ફેબ્રુઆરીના રોજ વોશિંગ્ટનમાં યોજાનારી અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ અંગેની બેઠક હાલ મુલતવી રાખવામાં આવી છે. બીજી  તારીખ પછી જાહેર કરવામાં આવશે. 

વોશિંગ્ટનમાં યોજાનારી  હતી બેઠક 

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા ટેરિફને ગેરકાયદે ગણાવ્યો છે. જોકે, તેની બાદ ડોનાલ્ડ ટ્રમ્પે તમામ દેશો પર 15 ટકાનો ગ્લોબલ ટેરિફ લાદયો છે. જેના પગલે સોમવારે 23 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ભારત વચ્ચે વોશિંગ્ટનમાં યોજાનારી ટ્રેડ ડીલ અંગેની બેઠક હાલ મુલતવી રાખવામાં આવી છે

અમેરિકામાં ત્રણ દિવસ ચર્ચા કરવાની હતી

 વોશિંગ્ટનમાં યોજાનારી આ બેઠકમાં ભારત તરફથી વાણિજ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ દર્પણ જૈન હાજર રહેવાના હતા. તેમજ  ભારતીય ટીમ અમેરિકામાં ત્રણ દિવસ ચર્ચા કરવાની હતી. આ બેઠકનો હેતુ વચગાળાની ટ્રેડ ડીલ અંગે  માટે કાનૂની દસ્તાવેજોને અંતિમ સ્વરૂપ આપવાનો હતો. આ સમગ્ર મામલો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ નિર્ણયો સાથે જોડાયેલો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ગ્લોબલ ટેરિફ 15 ટકા કર્યો હતો

જોકે, અમેરિકાની સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફ મુદ્દે આંચકો આપ્યા બાદ ડોનાલ્ડ  ટ્રમ્પે તાજેતરમાં જ બધા દેશો પર ગ્લોબલ ટેરિફ  શરૂઆતમાં 10 ટકા અને  પછી વધારીને 15 ટકા કર્યો હતો.  આ અગાઉ  અમેરિકાએ 2025 સુધી ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદયો  હતો. જેમાંથી 25 ટકા પહેલાથી જ દૂર કરવામાં આવ્યો છે. 

ટ્રમ્પે દુનિયાના દેશો પર લગાવેલો ટેરિફ ગેરકાનૂની 

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શુક્રવારે સુપ્રીમ કોર્ટે સૌથી મોટો ઝટકો આપ્યો  હતો.ટ્રમ્પે ભારત સહિત અનેક દેશો પર ટેરિફ ઝીંકીને વૈશ્વિક અર્થવ્યવસ્થાને પણ અસ્થિર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ટેરિફ મુદ્દે  અમેરિકન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ટ્રમ્પને ટેરિફ લગાવવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી. કોર્ટે કહ્યું છે કે ટ્રમ્પે દુનિયાના દેશો પર લગાવેલો ટેરિફ ગેરકાનૂની છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ ઈમરજન્સી માટે રાખેલા કાયદાનો ઉપયોગ કરીને સૌથી મોટો ટેરિફ વસૂલીને પોતાના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે.