નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશના 18 રાજ્યો માટે વરસાદની આગાહી કરી છે. આગામી 6 કલાક દરમિયાન આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની સંભાવના હોવાથી લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે. ભારતમાં ફરી એક વખત ચોમાસુ સક્રિય થયું છે. ભારે વરસાદની આગાહી હોવાથી હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે.
હવામાન વિભાગની આગાહીની વાત કરવામાં આવે તો, ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ગાજવીજ અને વાવાઝોડા સમયે ખુલ્લા મેદાન, મોટા ઝાડ કે વીજળીના થાંભલા નજીક ઉભા ન રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
दैनिक मौसम परिचर्चा (15-09-2026)
— India Meteorological Department (@Indiametdept) September 15, 2026
दक्षिण-पश्चिम राजस्थान (जो कच्छ क्षेत्र और दक्षिण-पूर्व पाकिस्तान से सटा है) के ऊपर बने कम दबाव वाले क्षेत्र के असर से, आज 15 सितंबर, 2026 को सौराष्ट्र और कच्छ में कहीं-कहीं बहुत भारी बारिश होने की संभावना है।
19 सितंबर, 2026 के आसपास पश्चिम…
રાજ્ય પ્રમાણે વાત કરવામાં આવે તો, ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર અને સાબરકાંઠામાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદની આગાહી છે. મહારાષ્ટ્રમાં ગઢચિરોલી, નંદુરબાર, ધુળે, ઠાણે અને નાસિકમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે પછી મધ્ય પ્રદેશમાં દેવાસ, બેતુલ, હરદા, ધાર, વિદિશા, ઉજ્જૈન, જબલપુર અને છિંદવાડામાં ભારે વરસાદ થશે.
રાજસ્થાનમાં આગામી 3-4 દિવસ વરસાદની આગાહી
આગહી પ્રમાણે રાજસ્થાનમાં જયપુર, ઉદયપુર, અજમેર, કોટા, ગંગાનગર અને શેખાવાટીમાં આગામી 3-4 દિવસ વરસાદ ચાલુ રહેશે. જ્યારે તમિલનાડુમાં નીલગિરી, કોઈમ્બતૂર, સલેમ, મધુરાઈ, વિરુધુનગર અને તંજાવુર ક્ષેત્રમાં હવામાન વિભાગે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાની વિસ્તારોમાં રહેલા લોકોને દરિયો ના ખેડવા માટે અપીલ કરવામાં આવી છે.