Wed Aug 19 2026

Logo

અમેરિકા ભારત પર 100 ટકા ટેરિફ લાદે તો પણ અનેક વિકલ્પો,  200 અબજ ડોલરનું બજાર ઉપલબ્ધ

2026-08-09 22:46:38
Author: Chandrakant Kanoja
Article Image

મુંબઈ : અમેરિકા દ્વારા ભારત પર  100 ટકા ટેરિફ લાદવાનું બિલ પસાર થાય તેવી ચર્ચા થઇ રહી છે. જેના પગલે દેશના અર્થશાસ્ત્રીઓ તેની સંભવિત અસરો અંગે ચિંતા વ્યક્ત કરી છે. જોકે, અર્થશાસ્ત્રી માને છે કે જો આવી સ્થિતી ઉભી થાય તો પણ ભારત પાસે વેપારના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. તેમજ ભારત માટે  200 અબજ ડોલરનું મોટું બજાર પણ ઉપલબ્ધ છે.  

ભારત અમેરિકા પર વધુ પડતું નિર્ભર નથી

આ અંગે અર્થશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર અમેરિકા સિવાય ભારત પાસે અન્ય વિવિધ નિકાસ વિકલ્પો છે. તેમજ  બંને દેશો વચ્ચે મજબૂત વેપાર અને આર્થિક સંબંધો હોવા છતાં તે અમેરિકા પર વધુ પડતું નિર્ભર નથી. 

200 અબજ ડોલરનું વિશાળ બજાર અસ્તિત્વમાં

ભારત પાસે એવા 15 બજારો છે જેમાં જે ઉત્પાદનો અમેરિકામાં મોકલી રહ્યા છીએ તે જ નિકાસ કરી શકે છે.અમેરિકામાં ભારતની નિકાસ આશરે 87-88 અબજ ડોલર છે. જ્યારે 15 અન્ય દેશોમાં સમાન ઉત્પાદનો માટે લગભગ 200  અબજ ડોલરનું વિશાળ બજાર અસ્તિત્વમાં છે.

અનેક દેશોમાં ભારતીય ઉત્પાદનોની માંગ વધી રહી છે

અમેરિકા ઉપરાંત  ભારત માટે ઘણા બજારો છે જ્યાં ભારતીય ઉત્પાદનોની માંગ વધી રહી છે. જેમાં નેધરલેન્ડ, ફ્રાન્સ, બ્રિટન, લેટિન અમેરિકન દેશો, સાઉદી અરેબિયા, યુએઈ અને નેપાળ જેવા દેશોનો સમાવેશ થાય છે. જ્યાં ભારતીય નિકાસકારો તેમનો વ્યવસાય વિસ્તારી શકે છે.

ભારતીય નિકાસકારોએ પ્રદર્શનમાં સુધારો કર્યો

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2025-26 માં ભારતની અમેરિકામાં નિકાસ 87.3  અબજ ડોલર હતી. જે વર્ષ 2024 -25 માં 86.5  અબજ ડોલર હતી. ટેરિફ સંબંધિત અનિશ્ચિતતાઓ અને વિવિધ વૈશ્વિક પડકારો છતાં ભારતીય નિકાસકારોએ તેમના પ્રદર્શનમાં સુધારો કર્યો છે.