Thu Sep 03 2026

Logo

ICC T20 રેન્કિંગમાં અભિષેક શર્મા અને ઇશાન કિશનનો દબદબો, જાણો ટોપ-10 બેટર્સની યાદી

DUBAI   2026-05-06 17:13:00
Author: Mumbai Samachar Team
ICC T20 રેન્કિંગમાં અભિષેક શર્મા અને ઇશાન કિશનનો દબદબો, જાણો ટોપ-10 બેટર્સની યાદી

દુબઈ: હાલ મોટા ભાગના સ્ટાર ક્રિકેટર ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 19મી સિઝનમાં વ્યસ્ત છે, એવામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ(ICC)એ નવું રેન્કિંગ જાહેર કર્યું છે, જેમાં T20 બેટિંગ રેન્કિંગમાં ભારતના અભિષેક શર્મા અને ઇશાન કિશન ચમક્યા છે. જોકે, ઓછી આંતરરાષ્ટ્રીય મેચોને કારણે રેન્કિંગમ કોઈ મોટા ફેરફારો દેખાઈ રહ્યા નથી ત્યારે કેટલાક નવા બેટર્સ ટોપ ટેનમાં પ્રવેશ્યા છે. IPL બાદ રેન્કિંગમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.

ICC T20 બેટિંગ રેન્કિંગમાં અભિષેક શર્મા નંબર વન પર કાયમ છે, હાલમાં તેનું રેટિંગ 875 છે. ઇશાન કિશન 871, રેટિંગ સાથે બીજા ક્રમે છે, ઇશાન અભિષેકથી માત્ર ચાર રેટિંગ પોઈન્ટ પાછળ છે. હાલમાં, ભારતીય ટીમ કોઈ T20 આંતરરાષ્ટ્રીય મેચ નથી રમવાની, તેથી હાલ અભિષેકના સ્થાનને કોઈ ખતરો નથી. 

પાકિસ્તાનનો ઓપનર શાહીબાઝાદા ફરહાન 848 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. ઇંગ્લેન્ડનો ફિલ સોલ્ટ 792 રેટિંગ સાથે ચોથા ક્રમે છે અને શ્રીલંકાનો પથુમ નિસાન્કા 766 રેટિંગ સાથે પાંચમા ક્રમે છે. ભારતનો તિલક વર્મા 742 રેટિંગ સાથે છઠ્ઠા ક્રમે છે, અને ભારતીય ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ 722 રેટિંગ સાથે સાતમા ક્રમે છે. 

ઇંગ્લેન્ડનો  જોસ બટલર 716 રેટિંગ સાથે આઠમા ક્રમે છે. દક્ષિણ આફ્રિકાના ડેવાલ્ડ બ્રુઇસ હવે એક સ્થાન ઉપર આવીને નવમા ક્રમે પહોંચી ગયો છે, હાલમાં તેનું રેટિંગ 702 છે. ઝિમ્બાબ્વેના બ્રાયન બેનેટ એક સ્થાન ઉપર આવીને ટોચના 10 માં પ્રવેશ્યો છે, તેનું રેટિંગ 701 છે.  ટ્રેવિસ હેડ 700 ના રેટિંગ સાથે 11મા ક્રમે છે. ન્યુઝીલેન્ડનાં ટિમ સીફર્ટને કુલ ત્રણ સ્થાનનું નુકશાન થયું છે, ટિમ હવે 698 ના રેટિંગ સાથે 12મા ક્રમે પહોંચી ગયો છે.