Tue Apr 21 2026

Logo

10 સેકન્ડમાં જ સુધાર્યા કે ચાખ્યા વિના ઓળખો ... મધ જેવી મીઠી ટેટી, ફેરિયો પણ નહીં જણાવે આ સ્માર્ટ ટીપ્સ

2026-03-23 15:23:18
Author: Darshana Visaria
Article Image

ઉનાળાની શરૂઆત થતાં જ બજારમાં સકર ટેટી કે જેને આપણે મસ્ક મેલન તરીકે પણ ઓળખીએ છીએ તે જોવા મળે છે. ખાવામાં આ ટેટી સ્વાદિષ્ટ તો હોય જ છે પણ એની સાથે સાથે તેમાં વિટામિન એ, સી અને પુષ્કળ પાણી હોવાથી તે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદરૂપ થાય છે. પરંતુ ઘણીવાર બહારથી સરસ દેખાતી ટેટી અંદરથી ફીકી નીકળે છે. આજે આપણે આ સ્ટોરીમાં બજારમાંથી સકર ટેટી ખરીદતી વખતે તેને કાપ્યા કે ચાખ્યા વિના કઈ રીતે ઓળખી શકાય કે તે મીઠી નીકળશે... 

ટેટીની મીઠાશ પારખવાની સૌથી સરળ રીત તેની સુગંધ છે. ટેટીને તેના ડંખલવાળા ભાગ (ઉપરનો ભાગ) થી સુંઘીને જુઓ. જો તેમાંથી મીઠી અને તીવ્ર સુગંધ આવતી હોય, તો સમજવું કે તે અંદરથી પૂરેપૂરી પાકેલી અને મીઠી છે. જો કોઈ સુગંધ ન આવતી હોય, તો તે કાચી હોઈ શકે છે.

સામાન્ય રીતે આપણને લાગે કે ભારે ફળ સારું હશે, પણ ટેટીના કેસમાં આ એકદમ ઉલટું હોય છે. પાકેલી અને રસદાર ટેટી તેના કદના પ્રમાણમાં હાથમાં પકડતા થોડી હળકી લાગે છે. જો ટેટી વધુ પડતી ભારે અને કઠણ લાગે, તો તેમાં રસ ઓછો હોઈ શકે છે અને તે અંદરથી ડ્રાય નીકળી શકે છે. 

વાત કરીએ ટેટીના રંગ અને તે સ્વાદમાં મીઠી છે કે નહીં એ કઈ રીતે ઓળખશો એની તો હંમેશા ટેટી ખરીદતી વખતે તેના છાલના રંગ પર ધ્યાન આપો. જે ટેટીની ઉપર પીળા કે ભૂરા રંગની જાળી વધુ ઉપસેલી અને ઘટ્ટ હોય, તે અંદરથી વધુ મીઠી નીકળે છે. આ ઉપરાંત જે ટેટીની છાલ એકદમ સ્મુધ હોય તો એવી ટેટી ફીકી નીકળવાની શક્યતા વધુ હોય છે.

હાલમાં બજારમાં કજરી જાતિની ટેટી જોવા મળી રહી છે. વાત કરીએ આ કજરી જાતિની ટેટીની તો તેની ઓળખ તેના ઉપર જોવા મળતી ડાર્ક ગ્રીન કલરની કે નારંગી કલરની પટ્ટીઓ જોવા મળે છે. આ ટેટી સ્વાદમાં ખૂબ જ મીઠી અને સુગંધિત હોય છે. એનું વજન પણ અંદાજે 500 ગ્રામની આસપાસ હોય છે.

કટ કર્યા વિના કે ચાખ્યા વિના મીઠી સક્કર ટેટી કઈ કઈ રીતે ખરીદી શકાય એ વિશે વાત કર્યા બાદ આગળ વધીએ અને જાણીએ કે એક કપ ટેટીમાં કેટલા પોષક તત્ત્વો જોવા મળે છે એની તો તેમાં 144 ગ્રામ પાણી હોય છે જે ઉનાળામાં ડિહાઈડ્રેશનથી બચાવે છે. આ સિવાય તેમાં પાચન માટે 1.44 ગ્રામ ફાઈબર, પોટેશિયમ 427 મિલિગ્રામ હોય છે, જે હાર્ટ માટે સારું હોય છે. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ સક્કર ટેટીમાં વિટામિન સી, એ, કે અને ફોલેટનો બેસ્ટ સોર્સ પણ છે.