Sat Sep 12 2026

Logo

ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાશે: આગામી 3 દિવસમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે...

2026-03-08 16:08:00
Author: Pooja Shah
ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાશે: આગામી 3 દિવસમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે...

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસ જેટલો ક્રમશઃ વધારો થવાની આગાહી હવામાન વિભગા દ્વારા કરવામાં આવી છે. સૌથી વધુ ગરમી કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. કચ્છમાં સૌથી વધુ ભુજમાં સૌથી વધુ 39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આગામી 7 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાક દરમિયાન ભુજમાં સૌથી વધુ 39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, રાજકોટ અને ગાંધીનગરમાં પણ અનુક્રમે 38.8 અને 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 37.6, ડીસામાં 37.2, સુરતમાં 37 અને ભાવનગરમાં 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે દાહોદમાં સૌથી ઓછું 15.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. 

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી પણ આપવામાં આવી છે. ખાસ કરીને 9 અને 10 માર્ચના રોજ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદરા અને સુરત જેવા જિલ્લાઓમાં હીટવેવની સ્થિતિ રહેવાની આગાહી કરવામાં આવી છે. 

આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને કચ્છમાં પણ ગંભીર ગરમી પડવાની સંભાવના છે. અમદાવાદમાં 9 માર્ચ સુધી આકાશ ચોખ્ખું રહેશે અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. 

ગરમીની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મુશ્કેલી વધશે. 9 થી 11 માર્ચ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા હવામાનને કારણે અકળામણમાં વધારો થશે.