Thu Sep 03 2026

Logo

વર્લ્ડકપ જિત્યા બાદ હાર્દિક પંડ્યાએ મેદાન પર જ કરી શરમજનક હરકત, ફેન્સ ભડક્યા, કહ્યું- થોડી તો શરમ રાખો...

2026-03-10 14:26:00
Author: Darshana Visaria
વર્લ્ડકપ જિત્યા બાદ હાર્દિક પંડ્યાએ મેદાન પર જ કરી શરમજનક હરકત, ફેન્સ ભડક્યા, કહ્યું- થોડી તો શરમ રાખો...

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઈફને કારણે ચર્ચામાં રહેતો હોય છે. હાલમાં જ અમદાવાદ ખાતે યોજાયેલી રમાયેલી આઈસીસી ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં પોતાના પ્રદર્શનથી લાઈમલાઈટ લૂંટી લેનારો હાર્દિક ફરી એક વખત વિવાદોમાં ઘેરાયો છે. ટી20 વર્લ્ડકપ 2026ના ફાઈનલમાં ભારતની ભવ્ય જીત બાદ હાર્દિકે મેદાન પર જ તેની નવી ગર્લફ્રેન્ડ માહિકા શર્મા (Mahieka Sharma) સાથે કરેલી શર્મનાક હરકતને કારણે ચર્ચાનું કારણ બન્યો છે. ફેન્સ હાર્દિકને તેની આ હરકત માટે ટ્રોલ કરી રહ્યા છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી વિસ્તારથી... 

વાત જાણે એમ છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામેની જીત બાદ જ્યારે આખી ટીમ જશન મનાવી રહી હતી, ત્યારે હાર્દિક પંડ્યા તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે મેદાન પર રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યો હતો. આ રોમાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે અને યુઝર્સ આ વીડિયોને લઈને હાર્દિક પંડ્યાને ટ્રોલ પણ કરી રહ્યા છે. 

 

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળેછે કે હાર્દિક અને માહિકા એકબીજાને ગળે લગાવી રહ્યા છે અને કિસ કરી રહ્યા છે. એટલું જ નહીં, બંને એવોર્ડ ડિસ્ટ્રિબ્યુશન સ્ટેજ (પોડિયમ) પર પણ આડા પડ્યા હતા. હાર્દિકના ગળામાં વર્લ્ડ કપનું મેડલ અને ખભા પર તિરંગો હતો, તેમ છતાં તેની આવી હરકતો જોઈને સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે ભરાયા છે.

જોકે, મેચ બાદ આપેલાં એક ઇન્ટરવ્યુમાં હાર્દિક પંડ્યાએ કહ્યું કે, જ્યારથી માહિકા મારા જીવનમાં આવી છે, ત્યારથી હું માત્ર જીતી જ રહ્યો છું. તે મારા માટે લકી છે. તેણે માહિકાને પોતાની 'મિસિસ' (પત્ની) તરીકે પણ સંબોધી હતી, જેનાથી તેમની સગાઈ થઈ ગઈ હોવાની અટકળો તેજ થઈ છે. સોશિયલ મીડિયા પર ફેન્સ અલગ-અલગ રીતે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. 

 

નેટિઝન્સ આ વીડિયોને હાર્દિક પંડ્યા અને માહિકા શર્માની ઓવરએક્ટિંગમાં ખપાવી રહ્યા છે તો કેટલાક યુઝર્સે કહ્યું કે ખભા પર તિરંગો રાખીને મેદાન પર આવી રીતે રોમાન્સ કરવો એ રાષ્ટ્રીય ધ્વજની ગરિમાની વિરુદ્ધ છે. જોકે, વળી કેટલાક યુઝર્સ તો હાર્દિકની એક્સ વાઈફ નતાશા સ્ટેનકોવિકને યાદ કરીને કહી રહ્યા છે કે હાર્દિક દરેક સ્ત્રી માટે આવા જ શબ્દો વાપરે છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેને 'છપરી' કહીને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. 

વાત કરીએ કોણ છે માહિકા શર્માની તો 25 વર્ષીય માહિકા શર્મા એક જાણીતી મોડલ અને એક્ટ્રેસ છે. 2024માં માહિકા શર્મા 'IFA મોડલ ઓફ ધ યર' બની હતી. નતાશા સ્ટેનકોવિક સાથે જુલાઈ 2024માં છૂટાછેડા લીધા બાદ હાર્દિકે ઓક્ટોબર 2025માં માહિકા સાથેના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી હતી.