Mon Aug 17 2026

Logo

ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય, જાણો ક્યા જિલ્લાઓમાં આજથી વરસાદ ?

2026-08-14 09:24:00
Author: Vimal Prajapati
Article Image

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ થયો છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા ફરી નવી આગાહી કરવામાં આવી છે. આ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવાાં આવી છે. હવામાન વિભાગે આજે દાહોદ, મહીસાગર, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં નોંધ પાત્ર વરસાદ ખાબાક્યો છે. ખાસ કીરને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં છુટાછવાયા વિસ્તારોમાં બારે વરસાદ નોંધાયો છે. હજી પણ આ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, અત્યારે સર્જાયેલી વિવિધ સિસ્ટમોના કારણે આ વિસ્તારમાં હજી પણ વરસાદની શક્યતાઓ છે. 

દેશભરમાં અત્યારે અનેક સિસ્ટમો સક્રિય

સક્રિય સિસ્ટમની વાત કરવામાં આવે તો, અત્યારે અનેક સિસ્ટમો સક્રિય થયેલી છે. પશ્ચિમ બંગાળના દરિયામાં સર્જાયેલું ડિપ્રેશન અત્યારે આગળ પશ્ચિમ અને ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. આ સાથે ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં પણ સાયક્લોન સર્ક્યુલેશન યથાવત છે. આ સાથે સાોથે શેઅર અને ટ્રફ લા પણ સક્રિય છે. આટલી સિસ્ટમો સક્રિય હોવાના કારણે ગુજરાતમાં હજી પણ ભારે વરસાદ થઈ શકે છે. આની અસર રાજ્યમાં ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર અને દાહોદમાં જોવા મળશે.આ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ગુજરાતમાં વરસાદી માહોલ હજી યથાવત રહેશે

વધારે વિગતે વાત કરીએ તો, ગુજરાતમાં વરસાદી માહોલ હજી પણ ચાલુ રહેવાની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. આગામી તારીખ 19 ઓગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે તેવી શક્યતાઓ છે. જો કે, આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા વરસાદી ઝાપટાં થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.