અમદાવાદઃ ભાજપનાં માનીતાં મહિલા VCએ મહિને 5 લાખ સુધીના પગારદારો નિમીને કરોડો ઘરભેગા કર્યા હતા. આ અંગે વિરોધ થતાં 10 કર્મચારી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
જાણો શું છે સમગ્ર મામલો
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના મહિલા VC ડૉ. નીરજા ગુપ્તા ભાજપનાં માનીતાં છે. ગુજરાત યુનિવર્સિટી VC ડૉ. નીરજા ગુપ્તા દ્વારા કરવામાં આવેલી 10 કર્મચારીઓની ગેરકાયદે ભરતી મામલે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તેમને સસ્પેન્ડ કરાયા હતા. આ કર્મચારીઓ મહિને રૂ. 40 હજારથી લઈ રૂ. 5 લાખ સુધીનો પગાર મેળવતા હતા.
ઇન્ચાર્જ કુલપતિ ડૉ.જગદીશ જોશી દ્વારા બનાવાયેલી તપાસ કમિટી અને સિન્ડિકેટ સભ્યોની બેઠક બાદ આ તમામ 10 કર્મચારી એકસાથે સસ્પેન્ડ કરી દેવાયા હતા. યુનિવર્સિટીના ઇતિહાસમાં આ પ્રકારની આ પ્રથમ કડક કાર્યવાહી હતી. પૂર્વ VC પર નિયમો નેવે મૂકીને પોતાના માનીતા લોકોને ગેરકાયદે હોદ્દા આપવાનો અને પ્રતિ માસ રૂ. 40 હજારથી લઈને રૂ. 5 લાખ સુધીનો ખોટો પગાર ચૂકવવાનો આરોપ છે. આ ગેરરીતિથી યુનિવર્સિટીને અંદાજે રૂ.11 કરોડનું નુકસાન થયું હોવાનો દાવો છે.
યુનિવર્સિટીના ભંડોળના દુરુપયોગ સામે ગઈકાલે ABVP ના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને જવાબદારો સામે સખત કાર્યવાહીની માગ કરી હતી. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ઈન્ચાર્જ કુલપતિ ડૉ.જગદીશ જોશીએ જણાવ્યું હતું કે, 10 દિવસમાં તપાસ કમિટી રિપોર્ટ આપી શકે છે. UGC અને રાજ્ય સરકારના નિયમો પ્રમાણે લાયકાત અને પગાર હોવો જોઈએ પરંતુ આ છે કે નહીં તેની કમિટી તપાસ કરશે.
10 સસ્પેન્ડ કર્માચારીની શું હતી પોસ્ટ અને કેટલો હતો પગાર
1. શ્રીનિવાસ રાવ, GUSEC CEO: રૂ.5 લાખ
2. પાવન પંડિત, એનિમેશન કો-ઓર્ડિનેટર: રૂ.2.50 લાખ
3. બિશ્વજીત અધિકારી, સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ, GUSEC: રૂ.2.50 લાખ
4. ચંદ્રશેખર ઝા, એસ્ટેટ ઓફિસર: રૂ.1.50 લાખ5. માનસિંગ રજોરા, સીઈઓ, IRSRF: રૂ.1.25 લાખ
6. દિનેશ શર્મા, ચીફ એકાઉન્ટ ઓફિસર: રૂ.1.25 લાખ
7. પરેશ સોની, ફાયર ઓફિસર: રૂ.60 હજાર
8. તુષાર ત્રિવેદી, લીગલ ઓફિસર: રૂ.40 હજાર
9. રાજ ચાવલા, પ્રોફેસર ઑફ પ્રેક્ટિસ
10. સોનલ મલ્હોત્રા, પ્રોફેસર ઑફ પ્રેક્ટિસ