Tue Oct 20 2026

Logo

ભાજપના માનીતા કુલપતિએ 14 કરોડ પાછા આપી રાજીનામું આપ્યું ? કેટલા કરોડનું કર્યું છે કૌભાંડ

2026-09-23 14:04:05
Author: Mayur Patel
ભાજપના માનીતા કુલપતિએ 14 કરોડ પાછા આપી રાજીનામું આપ્યું ? કેટલા કરોડનું કર્યું છે કૌભાંડ

અમદાવાદઃ ભાજપના માનીતા કુલપતિએ 14 કરોડ પાછા આપી રાજીનામું આપ્યું છે. તેમના કાર્યકાળ દરમિયાન રૂ. 40 કરોડથી વધુનું કૌભાંડ થયાનો આક્ષેપ છે.

શું છે સમગ્ર મામલો

ગુજરાત યુનિવર્સિટી પૂર્વ કુલપતિ અને ભાજપના માનીતા નીરજા ગુપ્તાએ કરેલા કરોડોના કૌભાંડ મુદ્દે આજે ચોંકાવનારો વળાંક આવ્યો હતો. ભાજપના માનીતા કુલપતિ નીરજા ગુપ્તાએ 14 કરોડ પાછા આપ્યા હતા. તેમજ  પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ (PMJVK) પ્રોજેક્ટ પર પોતાના પ્રિન્સિપાલ ઈન્વેન્સિગેટર તરીકેના હોદ્દા પરથી રજીનામું આપ્યું હતું. 16 કરોડથી વધુની રકમ પોતાના જ નામથી ખાતું ખોલાવ્યું હતું તેમાં જમા થઈ હતી.

જોકે તેમણે રાજીનામું આપ્યું હોવા છતાં IDSRના 'બ્રેન મેપિંગ લેબ' અને 'બહુરત્ન વસુંધરા' પ્રોજેક્ટમાં પ્રિન્સિપાલ ઈન્વેન્સિગેટર છે, જ્યારે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલ કો-પ્રિન્સિપાલ ઈન્વેન્સિગેટર તરીકે કાર્યરત છે. પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ પ્રોજેક્ટની જેમ આ બંને પ્રોજેક્ટ્સમાં પણ નીરજા ગુપ્તાએ પોતાની જાતે જ નિમણૂક કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. બ્રેન મેપિંગ લેબ પ્રોજેક્ટમાંથી ડૉ. નીરજા ગુપ્તાએ રૂ. 24.98 લાખ અને પિયુષ પટેલે રૂ. 3.20 લાખ મેળવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ નામથી ઓળખાતા પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ માટે રૂ. 40 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટના પ્રથમ હપ્તા પેટે રૂ. 16 કરોડથી વધુની રકમ મળી હતી, જે તત્કાલીન પ્રિન્સિપાલ ઈન્વેન્સિગેટરના ખાતામાં જમા થઈ હતી.

ડૉ. નીરજા ગુપ્તાએ 11 ઓગસ્ટના રોજ રજિસ્ટ્રારને ઈ-મેઇલ કરીને માત્ર આ પ્રોજેક્ટના પ્રિન્સિપાલ ઈન્વેન્સિગેટર પદેથી રાજીનામું મોકલી આપ્યું હતું. સાથે જ, બાકી રહેતી રૂ. 14 કરોડથી વધુની રકમ ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવીને યુનિવર્સિટીને પરત મોકલી આપી હતી. આ રકમ જમા કરાવવા માટે પ્રોજેક્ટનું નવું બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રોજેક્ટ હેઠળ ફાળવાયેલી રકમમાંથી આશરે રૂ. બે કરોડનો ખર્ચ થયો છે. નાણાકીય વર્ષ પૂરું થયા છતાં આ ખર્ચનો કોઈ સત્તાવાર હિસાબ રજૂ કરવામાં આવ્યો નહોતો. આથી સંબંધિત એકાઉન્ટન્ટને તાત્કાલિક ઓડિટ સ્ટેટમેન્ટ જમા કરાવવા અને આ રકમ ક્યાં વપરાઈ તેનો વિગતવાર હિસાબ આપવા કડક સૂચના આપવામાં આવી હતી.