Mon Sep 07 2026

Logo

રાજ્યમાં પોલીસ બેડામાં મોટો ફેરફાર, 518 PIની બદલી, જુઓ લિસ્ટ

2026-03-26 14:11:00
Author: Mayur Patel
રાજ્યમાં પોલીસ બેડામાં મોટો ફેરફાર, 518 PIની બદલી, જુઓ લિસ્ટ

ગાંધીનગરઃ ગુજરાતમાં પોલીસમાં 254 બિન હથિયારી PSIને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યાના ગણતરીના કલાકોમાં જ 518 બિન હથિયારી પીઆઈની બદલી કરવામાં આવી હતી. જે પૈકી મોટાભાગની જાહેર હિતને ધ્યાનમાં રાખીને બદલી કરાઈ હતી.

એન આર મકવાણાની મોરબીથી અમદાવાદ શહેર, પી જે ખરસાણની સીઆઈડી ક્રાઈમથી વડોદરા ગ્રામ્ય, એસ એન ગોહીલથી એસીબીથી ભરૂચ, એમ આર ચૌધરીની વડોદરા ગામ્યથી અમદાવાદ શહેર, એલ ડી ઓેડેદરાની ગાંધીનગરથી સુરત ગ્રામ્ય બદલી કરાઈ હતી.

એસ જી દેસાઈની સીઆઈડી ક્રાઈમથી ગાંધીનગર, જે ડી ઝાલાની જીપીએ કરાઈથી મોરબી, એન આર વાઘેલાની મહેસાણાથી અમદાવાદ શહેર, જે પી જાડેજાની ગાંધીનગરથી અમદાવાદ શહેર, જે બી અગ્રાવતની ઈન્ટેલીજન્સથી અમદાવાદ શહેર, એમ સી પટેલની જુનાગઢથી મહેસાણા, કે વી પટેલની પીટીસી જુનાગઢથી અમદાવાદ ગ્રામ્ય, આર એસ પટેલની જુનાગઢથી અમદાવાદ શહેર, એચ એન પટેલની અમદાવાદ શહેરથી ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરના 47 પીઆઇની અન્ય શહેર ,જિલ્લા અને એજન્સીમાં બદલી કરવામાં આવી છે. એક મહિના અગાઉ અમદાવાદ પોલીસ કમિશનરે જે બદલી કરી હતી તેમાંથી પણ કેટલાક પીઆઇની બદલી કરવામાં આવી છે.