ગાંધીનગરઃ રાજ્યમાં આજ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. સવારના બે કલાકમાં જ 55 તાલુકામાં વસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતના બે તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં આજે સવારે 6 થી 8ના બે કલાકના સમયગાળા દરમિયાન 55 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ત્રણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. મહીસાગરના બાલાસિનોરમાં 1.30 ઇંચ, મહીસાગરના ગોધરમાં 1.26 ઇંચ, ગાંધીનગરના દહેગામમાં 1.06 ઇંચ, પંચમહાલના ગોધરામાં 0.79 ઇંચ, મહીસાગરના લુણાવાડામાં 0.79 ઇંચ, મહીસાગરના કોઠંબામાં 0.79 ઇંચ, ખેડાના કપડવંજમાં 0.71 ઇંચ, અરવલ્લીના બાયડમાં 0.55 ઇંચ, પંચમહાલના મોરવા (હડફ)માં 0.43 ઇંચ, નવસારીના વાંસદામાં 0.43 ઇંચ વરસાદ પડ્યો હતો.
આજે ક્યાં છે વરસાદની આગાહી
આજે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, વાવ-થરાદ, બનાસકાંઠાના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આજથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે. ત્રણ દિવસ સુધી અમદાવાદ, ગાંધીનગર, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા તેમજ દક્ષિણ, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પાટણ, સમી અને હારીજના કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ રહેશે. સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં ખાસ કરીને વધુ વરસાદ થવાની શક્યતા છે.