ગાંધીનગરઃ ગુજરાતમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે. તેવામાં મુખ્ય પ્રધાન દ્વારા મતદારોને ખાસ અપીલ કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તારીખ 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં 100 ટકા મતદાન કરવા સૌ નાગરિકોને અપિલ કરી છે. લોકશાહીના આ પવિત્ર મહાપર્વ માં રાજ્યના તમામ મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા તેમણે અનુરોધ કર્યો છે.
મતદાન નાગરિક તરીકેનું પવિત્ર કર્તવ્ય છે
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આપેલા સંદેશમાં જણાવ્યું કે, લોકશાહીમાં મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ નાગરિક તરીકેનું પવિત્ર કર્તવ્ય પણ છે. દરેક મત રાજ્યના ગામ, તાલુકા, જિલ્લા અને શહેરોના સર્વાંગી વિકાસ ને વધુ વેગ આપશે. મુખ્ય પ્રધાને રાજ્યના તમામ મતદારોને 26 એપ્રિલે પોતાના મતદાન મથક સુધી અવશ્ય પહોંચીને મતદાન કરવા તેમજ પરિવારજનો, મિત્રો, અને પડોશીઓને પણ મતદાન માટે પ્રેરિત કરવાની અપીલ કરી હતી.
ગુજરાતના જાગૃત નાગરિક ભાઈઓ-બહેનો, સૌને મારા નમસ્કાર.
— Bhupendra Patel (@Bhupendrapbjp) April 25, 2026
26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે. લોકતંત્રનો આ પવિત્ર ઉત્સવ છે.
તમારો એક મત તમારા શહેર, જિલ્લા, તાલુકા તથા ગામ અને સમગ્ર સમાજના વિકાસને વધુ ગતિ આપશે. રાજ્યના વિકાસ માટે દરેક મત અમૂલ્ય છે.
હું રાજ્યના દરેક… pic.twitter.com/zp5co8wiJk
‘100 ટકા મતદાન’નો સંકલ્પ
આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણાં ‘100 ટકા મતદાન’નો સંકલ્પ લઈને લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવવા તેમણે સૌને આવાહન કર્યું છે. મુખ્ય પ્રધાને વિકસિત ભારતથી વિકસિત ગુજરાત ના નિર્માણ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણીમાં તારીખ 26 એપ્રિલ, રવિવારે સૌને મતદાન અવશ્યપણે કરવા ખાસ અપીલ કરી છે. મતદાન કરવાનું એ આપણી ફરજ છે. મત કોને આપવો એ દરેકની વ્યક્તિગત પસંદનો વિષય છે, પરંતુ મતદાન કરવું જરૂરી છે.