Wed Sep 02 2026

Logo

ઈરાની વિદેશ પ્રધાન પાકિસ્તાન પહોંચ્યા; અમેરિકા પણ સામેલ થશે, શાંતિ મંત્રણા પર રહેશે નજર

Islamabad   2026-04-25 08:50:00
Author: Vimal Prajapati
ઈરાની વિદેશ પ્રધાન પાકિસ્તાન પહોંચ્યા; અમેરિકા પણ સામેલ થશે, શાંતિ મંત્રણા પર રહેશે નજર

ઇસ્લામાબાદઃ ઈરાનના વિદેશ પ્રધાન પાકિસ્તાન પહોંચ્યા છે, જ્યાં તેઓ ટોચના પાકિસ્તાની નેતૃત્વ સાથે વાતચીત કરશે. આ દરમિયાન, રાષ્ટ્રપતિ ટ્રમ્પના સૌથી વિશ્વાસુ સહાયકો - વિટકોફ અને કુશનરને યુનાઇટેડ સ્ટેટ્સથી રવાના કરવામાં આવશે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચી શુક્રવારે મોડી રાત્રે પાકિસ્તાન પહોંચ્યા હતા, જ્યાં તેઓ દેશના ટોચના નેતૃત્વ સાથે ચર્ચા કરવાના છે. આ સાથે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના સૌથી વિશ્વાસુ સહાયકો અને કુશનરને ઈરાન સાથેની વાતચીતમાં ભાગ લેવા માટે અમેરિકાથી મોકલવામાં આવશે.

આ વખતે અમેરિકાએ ઉપપ્રમુખ જેડી વાન્સને સ્ટેન્ડબાય રાખ્યા

પહેલા બેઠક વખતે જેમને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું તેવા ઉપપ્રમુખ જેડી વાન્સને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. વાન્સે પોતે વાટાઘાટોના પાછલા રાઉન્ડ દરમિયાન યુએસ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. દરમિયાન, તે સ્પષ્ટ નથી કે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે વાટાઘાટોનો બીજો રાઉન્ડ ક્યારે થશે, અથવા તેનો એજન્ડા શું હશે? મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામ અનિશ્ચિત સમય માટે લંબાવવાના નિર્ણય પછી વાટાઘાટોના આ બીજા રાઉન્ડનો માર્ગ ઉભરી આવ્યો છે.

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ શું કહ્યું?

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બગાઈ હમાનેહે જણાવ્યું હતું કે, અમે સત્તાવાર મુલાકાત માટે પાકિસ્તાનના ઈસ્લામાબાદ પહોંચ્યા છીએ." વિદેશ પ્રધાન અરાઘચી પાકિસ્તાનના ચાલી રહેલા મધ્યસ્થી પ્રયાસો અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા લાદવામાં આવેલા આક્રમક યુદ્ધને સમાપ્ત કરવા અને આપણા ક્ષેત્રમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી ચાલી રહેલા સદ્ભાવનાના પ્રયાસોના સંદર્ભમાં ઉચ્ચ કક્ષાના પાકિસ્તાની અધિકારીઓ સાથે મુલાકાત કરશે. હવે જોવાનું એ રહે છે કે, બંને દેશો વચ્ચે શાંતિ કાયમ રહે છે કે નહીં?