દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારનો દરેક સદસ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતો જ રહે છે અને એમાં પણ ખાસ કરીને અંબાણી પરિવારના લેડી બોસ નીતા અંબાણીની ફેશનસેન્સ તો ગજબની છે. હાલમાં સાત સમંદર પાર ન્યૂયોર્કના રસ્તા પર નીતા અંબાણીનો દેસી લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ સાથે નીતા અંબાણીએ પહેરેલી સાડી અને તેની કિંમતને લઈને પણ નેટિઝન્સ જાત જાતની અટકળો લગાવી રહ્યા છે. ચાલો તમને પણ આ વિશે જણાવીએ...
નીતા અંબાણી અને એમનો સાડીપ્રેમ તો એકદમ જગજાહેર છે. ન્યૂયોર્કના રસ્તાઓ પર અત્યારે નીતા અંબાણીનો દેશી અંદાજ ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં એક ઈવેન્ટમાં નીતા અંબાણીએ પરંપરાગત જામદાની સાડી પહેરીને ઈન્ડિયન હેન્ડલૂમનો ગ્લોબલ સ્ટેજ પર ડંકો વગાડ્યો છે. તેમની આ સાડી પાછળની મહેનત અને તેની કિંમત વિશે જાણીને તમે પણ દંગ રહી જશો.
નીતા અંબાણીએ 'સ્વદેશ' બ્રાન્ડની ખાસ જામદાની સાડી પહેરીને ભારતીય વણાટકામની સુંદરતા પ્રદર્શિત કરી છે. આ લુકમાં તેમની પરંપરાગત જ્વેલરીએ ચાર ચાંદ લગાવી દીધા હતા. નીતા અંબાણીનોઆ દેસી બટ સ્ટાઈલિશ લૂક હાલમાં સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. તમે પણ આ વાઈરલ ફોટો અને વીડિયો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો...
>
જોકે, આ બધા વચ્ચે સૌથી વધુ ચર્ચા થઈ રહી છે નીતા અંબાણીએ પહેરેલી સાડી વિશે. રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ કોઈ સામાન્ય સાડી નથી. આ જામદાની સાડીને તૈયાર કરવામાં કારીગરોને બે વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો છે. નીતા અંબાણીએ ગ્લોબલ પ્લેટફોર્મ પર ઈન્ડિયન હેન્ડલૂમનો ડંકો વગાડ્યો છે.
નીતા અંબાણીએ પહેરેલી સાડીની કિંમત વિશે વાત કરીએ તો આ સાડીની ચોક્કસ કિંમત જાહેર કરવામાં આવી નથી, પરંતુ સામાન્ય રીતે 'સ્વદેશ' બ્રાન્ડમાં આવી સાડીઓની કિંમત 15 હજારથી 3 લાખ રૂપિયા સુધીની હોય છે. આ સાડી 'હેરલૂમ-લેવલ લક્ઝરી' હોવાથી તેની કિંમત 10 લાખ રૂપિયાથી પણ વધુ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
વાત કરીએ નીતા અંબાણીના લૂકની ખાસિયત વિશે તો નીતા અંબાણીએ સાડી સાથે ટ્રિપલ સ્ટ્રેન્ડ પર્લ નેકલેસ, એમરલ્ડ અને ડાયમંડની ઈયરિંગ્સ તેમજ એક મોટી એમરલ્ડ રિંગ પહેરી હતી. તેમના હાથમાં રહેલી પર્લ-એમરલ્ડ બંગડીઓ અને લક્ઝરી વોચ તેમના ગ્રેસમાં વધારો કરી રહી હતી.