મુંબઈઃ બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની ફિલ્મ 'કિંગ'ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. ફિલ્મને લઈને હવે એક નવી અપડેટ આવી છે. આ ફિલ્મનું એક નવું ટીઝર રીલિઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મની રીલિઝ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે, જોકે ખાસવાત એ છે કે, આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો એક નવો લૂક જોવા મળી રહ્યો છે. વર્ષ 2023માં બેક ટુ બેક હિટ ફિલ્મ આપ્યા બાદ શાહરૂખ ખાનની ફિલ્મોમાં એક અલ્પવિરામ મૂકાયું હતું.
ત્રણ વર્ષ બાદ આવી નવી ફિલ્મ
ત્રણ વર્ષ બાદ ફરી એક નવી ફિલ્મ લઈને શાહરૂખ એક્ટિંગની એવરગ્રીન સ્ક્રિન લઈને આવી રહ્યો છે, જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી એ ફિલ્મ 'કિંગ'નું ટીઝર સામે આવ્યું છે. આ ફિલ્મની રીલિઝ ડેટ અગાઉથી જ નક્કી કરી દેવામાં આવી હતી. આ ફિલ્મ સંબંધિત પ્રોજેક્ટ હવે ખતમ થઈ ગયા છે.
રેડ ચિલીએ આ ફિલ્મનું ટીઝર રીલિઝ કર્યું છે, આ સાથે ફિલ્મની રીલિઝ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે. આ ફિલ્મ ક્રિસમસ ફેસ્ટિવલ પર આવી રહી છે. આ ફિલ્મ વર્લ્ડવાઈડ રીલિઝ થવાની છે. ફિલ્મને લઈને એક માહોલ બનવાનું શરૂ થઈ ગયું છે. ટીઝર સાથે ફર્સ્ટ લૂક પણ જાહેર કરવામાં આવ્યો છે. શાહરૂખ ખાનના ફેન્સ આના પર દિલ ખોલીને પ્રતિક્રિયા આપી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર અનેક પ્રતિક્રિયા
રેડ ચિલીએ જે પોસ્ટ મૂકી છે એમાં લાઈક્સનો આંકડો 1 લાખની નજીક છે. રેડ ચિલી શાહરૂખ ખાનનું પ્રોડક્શન હાઉસ છે. જે વીડિયો સામે આવ્યો છે એમાં જોઈ શકાય છે કે, શાહરૂખનો એક્શન અવતાર અગાઉ કરતા ઘણો અલગ છે. ડર નહીં દેહશત હું જેવા દમદાર ડાયલોગ્સથી ફિલ્મ તૈયાર છે.
બરફના પહાડ અને દમદાર બેગ્રાઉન્ડ મ્યુઝિકથી ફિલ્મ એક સ્ટોરી લઈને આવી રહી છે એ વાત નક્કી છે. ફિલ્મમાં એનું પાત્ર એકદમ ઈમ્પેક્ટફૂલ બનાવવામાં આવ્યું છે. આ ફિલ્મ 24 ડીસેમ્બરના રોજ સિનેમાઘરમાં આવી રહી છે. ફેન્સ આ વીડિયો પર જોરશોરથી રીએક્શન આપી રહ્યા છે. એક યુઝરે તો ત્યાં સુધી લખ્યું હતું કે, દુનિયામાં કિંગ એક જ છે.
કોમેન્ટનો વરસાદ થયો
અન્ય એક યુઝરે લખ્યું હતું કે, કાશ ડાયરેક્ટ ડીસેમ્બર મહિનામાં પહોંચી શકાતું હોત તો? અન્ય એક શખ્સે લખ્યું હતું કે, કિંગ વાપસ નહીં આ રહા, કિંગ કહીં ગયા હી નહીં થા. ખાસ વાત એ છે કે, આ ફિલ્મમાં શાહરૂખનો એક અનોખો અવતાર જોવા મળશે. આ ફિલ્મ સિદ્ધાર્થ આનંદે ડાયરેક્ટ કરી છે. આ પહેલા સિદ્ધાર્થ આનંદે 'પઠાન' ફિલ્મ બનાવી હતી. કિંગ ફિલ્મથી શાહરૂખ ખાનની દીકરી સુહાના ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી રહી છે.આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, રાની મુખર્જી, જેકી શ્રોફ, અરશદ વારસી, રાઘવ, અભય વર્મા, અનિલ કપૂર, અભિષેક બચ્ચન અને સૌરભ શુક્લા જેવા કલાકારો અભિનય કરી રહ્યા છે.