અમદાવાદઃ રાજ્યભરમાં ઈન્ડિયન પોલીસ સર્વિસ(આઈપીએસ)ની કેડરમાં યુવાન અધિકારીઓની સંખ્યા 53 ટકા થઈ છે. હાલમાં રાજ્યના 198 અધિકારીમાંથી 105 અધિકારી યુવાન છે, તેમ એક અહેવાલ જણાવી રહ્યો છે.
માર્ચ ૧૯૯૭ થી માર્ચ ૨૦૦૦ ની વચ્ચે જન્મેલા જેન-ઝી અધિકારીઓનો સમાવેશ કરતી ગુજરાત કેડરની યાદીમાં સિમરન ભારદ્વાજ, જયવીર ગઢવી, હર્ષ શર્મા, ગૌતમ વિવેકાનંદન, માનસી મીના, મૌસમ મહેતા, અનિકેત પટેલ અને આકાશ ચાવડાનો સમાવેશ થાય છે.
૨૦૦૦ માં જન્મેલા ભારદ્વાજ અને મીના બંને ગુજરાત કેડર માટે યાદીમાં સૌથી નાની ઉંમરના અધિકારીઓ છે. આ અધિકારીઓ વિવિધ સેવા આપી રહ્યા છે અથવા તાલીમ લઈ રહ્યા છે, જેમાં સહાયક પોલીસ અધિક્ષક તરીકે ફિલ્ડ પોસ્ટિંગનો સમાવેશ થાય છે. 105 અધિકારીમાં 8 જેન-ઝી અને 97 મિલેનિયલ્સ છે.
આ આંકડા સિવિલ લિસ્ટના વર્ગીકરણ અનુસાર 1981 થી 1996 ની વચ્ચે જન્મેલા અધિકારીઓ તરીકે મિલેનિયલ અને 1997 કે પછી જન્મેલા જેન-ઝી અધિકારીઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જોકે જેન-ઝીની ટકાવારી ચાર ટકા છે, પરંતુ તેમનો પ્રવેશ કેડરમાં થઈ ગયો છે. જ્યારે મલેનિયલ્સ ઘણી જ મોટી સંખ્યામાં છે.
સિવિલ લિસ્ટ કેડરમાં હજુ ધીમે ધીમે ફેરફાર થથે કારણ કે ગુજરાત-કેડરના ચાર અધિકારીઓ 2026 માં, ચાર 2027 માં, છ 2028 માં, ચાર 2029 માં અને છ 2030 માં નિવૃત્ત થવાના છે, તેમ અહેવાલ જણાવે છે.