Thu Jul 09 2026

Logo

માત્ર 5  થી 15  રૂપિયામાં મેળવો ઉચ્ચ ગુણવત્તાવાળા રોપા! નર્સરી શોધવા માત્ર આ એક નંબર પર કરો મિસ્ડ કોલ....

2026-07-09 22:34:17
Author: Devayat Khatana
Article Image

ગાંધીનગર: ચોમાસું આવે એટલે આપણે વૃક્ષો અને છોડના વાવેતરની ક્રિયા શરૂ કરી દેતા હોઈએ છીએ, ત્યારે જો તમે છોડ વાવવા માંગો છો પરંતુ નજીકની ગુજરાત વન વિભાગની નર્સરી શોધવામાં મુશ્કેલી પડી રહી છે? તો હવે તેનો એક સરળ ઉપાય છે. બસ એક મોબાઇલ નંબર કરવાથી તમારા ફોન પર જ તમને  તમારા વિસ્તારની સરકારી નર્સરીની સંપર્ક વિગતો, ગૂગલ મેપ્સ સહિતની માહિતી મળી જશે. 

પોતાના ઘરે, વાડામાં કે અન્ય જગ્યાએ વૃક્ષ કે છોડ વાવવા ઇચ્છતા લોકોને સરકારની એક સુવિધા મળી રહેશે. આ માટે તમારે માત્ર 8320002000  મોબાઇલ નંબર પર ડાયલ કરો. આ કૉલ આપમેળે ડિસ્કનેક્ટ થઈ જશે અને તમારા મોબાઈલ ફોન પર એક લિંક સાથેનો SMS આવશે. આ લિંક ખોલવાથી તમારા વિસ્તારની વન વિભાગની સામાજિક વનીકરણ વિભાગની નર્સરીની સંપર્ક વિગતો, ગૂગલ મેપ્સ (Google Maps) પર તેનું લોકેશન અને સંબંધિત વન અધિકારીઓનાં મોબાઇલ નંબર સહિતની માહિતી મળી જશે. 

આ ઉપરાંત, જો તમે 8320002000 પર "Hi" લખીને SMS અથવા WhatsApp મેસેજ મોકલશો, તો પણ તમને એક વેબ લિંક ધરાવતો SMS મળશે. આ લિંક પર ક્લિક કરવાથી એક મેનૂ ખુલશે જેમાં ગુજરાત વન વિભાગની તમામ નર્સરીઓ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સ (RFOs), ઇકો-ટૂરિઝમ સાઇટ્સ અને વનને લગતી અન્ય સેવાઓની સંપર્ક વિગતો સહિતના અનેક વિકલ્પો મળશે.

ફોરેસ્ટ નર્સરીમાંથી રોપાઓ કેવી રીતે મેળવવી?
આપણે જ્યારે બહાર રોપાઓ લેવા માટે જઈએ છીએ ત્યારે તેની કિંમત ખૂબ જ વધુ હોય છે. જ્યારે કોઈપણ વન વિભાગની નર્સરીમાંથી છોડના કદના આધારે રૂ. 5 થી રૂ.15 સુધીની નજીવી કિંમતે ઉચ્ચ ગુણવત્તાવાળા રોપાઓ ખરીદી શકે છે. સમગ્ર રાજ્યમાં વન વિભાગની કુલ 453 નર્સરીઓ આવેલી છે. 15 × 25  સેન્ટિમીટર અથવા 10 × 20  સેન્ટિમીટરના કદની પોલીબેગમાં ઉછેરવામાં આવેલા રોપાઓ મફત વિતરણ કરવામાં આવે છે.