અમદાવાદ: ગુજરાતમાં સપ્ટેમ્બર માસમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે આગામી ઑક્ટોબર માસમાં પણ નવરાત્રી દરમિયાન વરસાદ પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.
ઓક્ટોબર દરમિયાન હસ્ત નક્ષત્રમાં વરસાદની શક્યતા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ પણ 23 સપ્ટેમ્બર સુધી વરસાદી ઝાપટા પડી શકે છે. જ્યારે 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન હસ્ત નક્ષત્રમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત નવરાત્રી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને સાતમથી દશેરા સુધી વરસાદ પડવાની શક્યતા છે.
'હથિયો' ગાજવાની શક્યતા વ્યક્ત કરી
અંબાલાલ પટેલે 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી 'હથિયો' ગાજવાની શક્યતા વ્યક્ત કરી છે. જો હથિયો ગાજે તો વધારે વરસાદ થવાની શક્યતા રહે છે. નવરાત્રીના દિવસો પણ આ સમયગાળાની આસપાસ આવતાં હોવાથી વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યતા છે.