Thu Jun 18 2026

Logo

રાજ્યમાં 46 મદદનીશ ખેતી નિયામકની બદલી, 18 ખેતી અધિકારીઓને ખેતી નિયામક તરીકે પ્રમોશન, જુઓ લિસ્ટ

2026-04-01 09:39:00
Author: MayurKumar Patel
Article Image

ગાંધીનગરઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પહેલા બઢતી-બદલીનો દૌર ચાલી રહ્યો છે. જે અંતર્ગત કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અધિકારીઓની બદલી અને બઢતીનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.  વિભાગના અલગ અલગ એકમોમાં કાર્યરત કુલ 46 મદદનીશ ખેતી નિયામક વર્ગ-2ના અધિકારીઓની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યના ખેતી અધિકારી સંવર્ગના 18 કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે.

ક્યા  મદદનીશ ખેતી નિયામકની બદલી થઈ

ચંદનસિંહ ઠાકોર, દિનેશભાઈ સુથાર, નાનજીભાઈ પટેલ, સંજયસિંહ રાઠોજ, તત્વેશકુમાર મનાણી, તેજસકુમાર પટેલ,  રવિન્દ્રકુમાર પટેલ,  અશોકકુમાર ચૌધરી, વિણાબેન દેસાઈ, ચિંતન દેસાઈ, ધવલકુમાર જોષી, આશાબેન પ્રજાપતિ, રૂક્ષ્મણીબેન ભોયે, પ્રવિણકુમાર પટેલ, દિપકભાઈ પટેલ, કૃણાલકુમાર પટેલ, ભાવેશકુમાર પટેલ, ચિરાગ પટેલ, નંદિતા પટેલ, જગદીશ ધાનાણી,  દિવ્યાબેન પરમાર, કીર્તિકુમાર પટેલ, જસ્મીન તબિયાર, કિરણકુમાર ડામોર, લાલજી ઠાકોર, ચિરાગ કરકર, મયુર ગજેરા, કિરણભાઈ ભીમસેન, જસ્મીન પટેલ,મિતેશકુમાર ભોયા, દેવાંગકુમાર પટેલ, રવિન્દ્રસિંહ વાળા, કિશોરકુમાર રમણા, નિલેશ કામરીયા, ફોરમ દવે, નીતિનભાઈ દલવાડી, દોલા ચક્રવર્તી, જનકકુમાર પરમાર, બિપીનભાઈ પટેલ, પંકજકુમાર દસલાણીયાની બદલી કરવામાં આવી છે. 

 કયા અધિકારીઓને ખેતી નિયામક તરીકે પ્રમોશન 

આ બઢતી હેઠળ 18 ખેતી અધિકારીઓને ખેતી નિયામક તરીકે પ્રમોશન આપી નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. વિભાગ દ્વારા બઢતી સાથે બદલીના આદેશો જારી કરાતા વહીવટમાં વધુ ગતિ અને કાર્યક્ષમતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત ખેતી સેવા ખેતી અધિકારી, વર્ગ-૨ (સાતમાં પગારપંચ મુજબ રૂ.૩૯૯૦૦-૧૨૬૬૦૦, ગ્રેડ પે-૪૪૦૦, પે-મેટ્રીક્સ લેવલ-૭) સંવર્ગમાં ફરજ બજાવતાં  અધિકારીઓને ગુજરાત ખેતી સેવા, મદદનીશ ખેતી નિયામક, વર્ગ-૧ (સાતમાં પગારપંચ મુજબ પગાર ધોરણ રૂ.૫૩૧૦૦- ૧૬૭૮૦૦, ગ્રેડ પે-૫૪૦૦, પે મેટ્રિક્સ લેવલ-૯) સંવર્ગમાં બઢતી આપીને તેઓને નિમણૂક આપવામાં આવી હતી.

જે અંતર્ગત  હિતેશકુમાર પાણકૂટા, અમિતકુમાર પટેલ, મયુરી હદવાણી, વિવેકકુમાર રામાણી, રાજવીરસિંહ મહીડા, વહિબ પટાણ, રાજેશ સાપરીયા, નીતિનકુમાર ખેની, યોગેશ ઘઉવા, વસીમ શેખ, હિરલબેન પટેલ, જયદીપ ચૌહાણ, ધવલકુમાર ચૌધરી, સંજયકુમાર ડુમાનિયા, બીના ચૌહાણ, નવીનકુમાર રાઠોડને ખેતી નિયામક તરીકે પ્રમોશન

 સરકારના આ નિર્ણયથી રાજ્યમાં કૃષિ સંબંધિત યોજનાઓના અમલીકરણમાં વધુ ઝડપ આવશે અને ખેડૂત કલ્યાણના કાર્યોને વધુ મજબૂતી મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. બધા અધિકારીઓને તાત્કાલિક નવા સ્થળે ફરજ સંભાળવા સૂચના આપવામાં આવી છે.