નવી દિલ્હીઃ UPI પર નક્કી કરેલી રકમથી વધારાના ટ્રાંઝેક્શન પર વધારાના ચાર્જને લઈ વિપક્ષે કેન્દ્ર સરકારે વળતો જવાબ આપી દીધો છે. 15 ઑક્ટોબરથી લાગુ થનારા ₹ 2000થી વધુ ચાર્જ પર લાગુ થનારા 0.4 ટકાના ચાર્જને લઈ સરકારે એક મહત્ત્વની સ્પષ્ટતા કરી છે.
UPI પેમેન્ટ પર મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થવા પર વિપક્ષે વિદેશી દબાણ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ વાત પર કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે, નાણામંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, આ નિર્ણય કોઈ જ વિદેશીઓના દબાણમાં આવીને લેવામાં આવ્યો નથી. UPI સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ પર પોલીસીને લગત નિર્ણય ભારત પોતાના લેવલથી લે છે. આ વિષયનું વિદેશ દબાણ સાથે કંઈ લેવાદેવા જ નથી. આનો હેતુ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં આત્મનિર્ભરકતા, સમાવેશી તથા એક કર્મશિયલ સ્તર પર ફેરફારનો છે.
ગ્રાહકો માટે પેમેન્ટ ફ્રી રહેશે
મંત્રાલયે એ વાત પણ સ્પષ્ટ કરી કે, સામાન્ય ગ્રાહકો માટે UPI પેમેન્ટ પહેલાની જેમ ફ્રી જ રહેશે. એમને આ નિર્ણય નહીં લાગુ પડે. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકતા મંત્રાલયે જણાવ્યું કે, મિત્રો, પરિવારજનોને પૈસા મોકલવા, દુકાનદારોને પૈસા ચૂકવવા પર અને QR કોડ સ્કેન કરીને પૈસા ચૂકવવા પર ગ્રાહકોને કોઈ જ પ્રકારનો ચાર્જ નહીં લાગે. પર્સન ટુ પર્સન ટ્રાંસફર ફ્રી જ હતી અને ફ્રી જ રહેશે. ટ્રાંસફર માટેની રકમ ભલે ગમે એટલી હોય. આ નવી વ્યવસ્થા તા.15 ઑક્ટોબરના રોજ લાગુ થઈ રહી છે. જેમાં ₹2000થી વધારેના કેટલાક વેપારીઓની લેવડદેવડ પર 0.4 ટકા MDR વસુલાશે.
આ બોજ પણ ગ્રાહકોને નહીં પડે પણ વેપારીઓને લાગશે. ટૂંકમાં નવી વ્યવસ્થાથી ગ્રાહકોને કોઈ ચૂકવણી સંબંધિત મુશ્કેલીઓ નહીં પડે અને ચાર્જ પણ નહીં લાગે. MDRની મહત્તમ સીમા પણ ₹300 નક્કી કરવામાં આવી છે. સરકારે જણાવ્યું હતું કે, દર મહિને UPI QR મારફતે 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારા નાના વેપારીઓ ઉપર પણ કોઈ જ પ્રકારનો ચાર્જ નહીં લાગે, એમને આ નિર્ણયમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
આ ટ્રાંઝેક્શન ફ્રી છે
જ્યારે ₹2000થી કે એનાથી પણ ઓછી રકમની ચૂકવણી સંપૂર્ણ રીતે ફ્રી છે. નાણા મંત્રાલયનું એવું કહેવું છે કે, 95 ટકાથી પણ વધારે વેપારીઓ ₹2000થી પણ ઓછી રકમની ચૂકવણી કરે છે. તેથી આના પર કોઈ MDR લાગુ કરાયા નથી. રેલવે, ફ્યૂલ, ટેલિકોમ, બિલ ચૂકવણી અને વીમા યોજના જેવી જરૂરી સર્વિસ માટે જ્યારે રકમ ₹ 2,000થી વધુ હશે ત્યારે વધારાના માત્ર ₹5 ચૂકવવા પડશે, જ્યારે મ્ય્ચુઅલ ફંડ તથા સિક્યોરિટી સાથે સંબંધિત સર્વિસ પર MDR 0.02 ટકા રહેશે. જેની મહત્તમ રકમ મર્યાદા ₹ 300 નક્કી કરવામાં આવી છે.
મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, બેંકને પણ આદેશ આપવામાં આવ્યા છે કે, વેપારીઓ પર MDR પર લાગુ થનારી નવી સિસ્ટમને લઈ ગ્રાહકોને જાગૃત કરે અને ગ્રાહકો પાસેથી એ ચાર્જ ન વસુલે. આ ઉપરાંત UPI એપ્લિકેશનને પણ કોઈ વધારાના પ્લેટફોર્મ ચાર્જ લેવા માટેની મંજૂરી મળી નથી. અગાઉ પણ ન હતી.
કોંગ્રેસનો સરકાર પર મોટો આરોપ
વર્ષ 2016માં શરૂ થયા ત્યારથી UPI વિશ્વની સૌથી મોટી રીઅલ-ટાઇમ ઇન્ટરઓપરેબલ પેમેન્ટ સિસ્ટમ બની ગઈ છે. માત્ર ઓગસ્ટ 2026માં જ UPI પર 24.5 અબજ વ્યવહારો નોંધાયા હતા. સરકારના જણાવ્યા અનુસાર, ઊંચા મૂલ્યના વેપારી વ્યવહારોમાંથી પ્રાપ્ત થતા સંસાધનોનો ઉપયોગ ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાયબર સુરક્ષાને મજબૂત કરવા માટે કરવામાં આવશે, જેથી નવી તકનીકોના સમન્વય દ્વારા UPI સિસ્ટમ સુરક્ષિત, ટકાઉ અને મજબૂત બની રહે.
આ ઉપરાંત, આ સંસાધનોનો ઉપયોગ ટિયર-3 થી ટિયર-6 શહેરો અને ગ્રામીણ વિસ્તારોના નાના વ્યવસાયોને UPI પ્લેટફોર્મ સાથે જોડવા તેમજ જાગૃતિ લાવવા અને પ્રોત્સાહનો પૂરા પાડવા માટે કરવામાં આવશે. કોંગ્રેસે એવા આરોપ મૂક્યા હતા કે, અમેરિકાની કાર્ડ કંપનીઓ UPIની સ્પર્ધામાં છે એને ફાયદો પહોંચાડવાનો આ પ્રયાસ છે.
સરકાર અમેરિકાની માગની આગળ નમી જાય છે અને UPI પર ઝીરો MDRની વ્યવસ્થા કતમ કરવા માટે નિર્ણય કરે છે. MDRનો અર્થ દરેક UPI પેમેન્ટ પર 0.4% ચાર્જ એવો નથી—નિયમ ખાસ કરીને નિર્ધારિત ₹2,000થી વધુના merchant transactions માટે છે