ખૂશ્બુ મુલાણી ઠક્કર
શ્રાવણ મહિનાની શરૂઆત થાય અટેલે કે તહેવારોની શરૂઆત થાય. સારાં કપડાં પહેરવાની અને શૉપિંગ કરવાની શરૂઆત. જો તમારે શૉપિંગનું બિલ થોડું ઓછું કરવું હોય તો તમારી પાસે અમુક કપડાં હોવાં જોઈએ કે ક્યારેય પણ આઉટ ઑફ ફૅશન ન થતાં હોય, જેમ કે ગોલ્ડન કે કોઈ બ્રાઇટ કલરનો ઘાઘરો. ઘાઘરો એટલા માટે, કારણ કે ઘાઘરો ક્યારેય પણ આઉટ ઑફ ફૅશન થતો નથી અને ગોલ્ડન સાથે તમે ઘણું મિક્સ ઍન્ડ મૅચ કરી શકો. ચાલો જાણીએ ગોલ્ડન ઘાઘરા સાથે કઈ રીતે મિક્સ ઍન્ડ મૅચ કરી શકાય.
ગોલ્ડન ઘાઘરા સાથે શૉર્ટ કાફતાન-ગોલ્ડન ઘાઘરા સાથે શૉર્ટ કાફતાન એક ટ્રેન્ડી લુક આપશે. શૉર્ટ કાફતાન એટલે સ્ટાઇલિંગ કાફતાનની જ હોય અને લેન્થ ઓછી હોય છે. આ લૂકમાં દુપટ્ટાની જરૂર હોતી નથી. જો તમારું શરીર ભરેલું હોય તો તમે કાફતાનની લેન્થ હિપ સુધી રાખી શકો. અને બ્રાઇટમાં કલરમાં રાખવું જેથી કરીને તમારી બૉડી લાઇન ટ્રીમ થઈ જાય. કફતાન અલગ અલગ ફેબ્રિકમાંથી બને છે. આ લુક માટે ફ્લોઇંગ ફેબ્રિકમાંથી બનેલું કફતાન વધારે સારું લાગશે. જો તમારું શરીર સુડોળ હોય તો તમે ટ્રાન્સપરેન્ટ કાફતાન પહેરી શકાય અને અંદર ગલીટરી ટ્યૂબ ટૉપ પહેરી શકાય.
ગોલ્ડન ઘાઘરા સાથે કૉન્ટ્રાસ્ટ બ્લાઉસ - આ કૉમ્બિનેશન માટે તમારી પાસે બે ઑપ્શન છે. એક તો શૉર્ટ બ્લાઉસ અને બીજું લાંબુ. તમે તમારી હાઇટ અને બૉડી ટાઇપ પ્રમાણે બ્લાઉસની લેન્થનું સિલેક્શન કરી શકો. જેમ કે જો તમારું શરીર સુડોળ હોય તો તમે શૉર્ટ બ્લાઉસ પહેરી શકો. ગોલ્ડન ઘાઘરા સાથે જમેવર્ણું શૉર્ટ બ્લાઉસ સારું લાગશે. ગોલ્ડન સાથે તમે મરૂન, રાની, ગ્રીન કલરન બ્લાઉસનું કૉમ્બિનેશન કરી શકો.
શૉર્ટ બ્લાઉસ સાથે તમે એલબો સ્લીવ્સ પહેરી શકો અથવા જો તમને વધારે ફૅન્સી લૂક જોઈતો હોય તો તમે હોલ્ટર નેકના બ્લાઉસ પહેરી શકો. અથવ અથવા તો સ્પેગેટી પૅટર્ન કરાવી પણ પહેરી શકાય. અને જો તમારું શરીર ભરેલું હોય તો તમારે શૉર્ટ બ્લાઉસ પહેરવાનું ટાળવું. તમે લાંબુ બ્લાઉજ એટલે કે કમર સુધી કે પછી કમરની નીચે 2 ઇંચ સુધીની લંબાઈ રખાવી પહેરી શકો. જો બ્લાઉસની લેન્થ હોય તો ખાસ કરીને સાઇડમાં બે ઇંચની કટ રાખવી. જેમનું શરીર થોડું ભરેલું હોય તેમણે ખાસ ફિટિંગવાળા બ્લાઉસ પહેરવાં જેથી કરી શરીર વધારે ફૂલેલું ન લાગે.
ગોલ્ડન ઘાઘરા સાથે લૉન્ગ કુર્તા - આ એક સેફ કૉમ્બિનેશન છે. ગોલ્ડન કલર સાથે તમે કોઈ પણ બ્રાઇટ કલરનો કુરતો પહેરી શકો, શરત માત્ર એટલી જ કે તે કુરતો હેવી હોવો જોઈએ. જેમકે ગોલ્ડન ઘાઘર સાથે જામેવાર ફૅબ્રિકનો રાની કલરનો કુરતો એક બ્રાઇટ અને ફ્રેશ લુક આપશે. જો તમારું શરીર સુડોળ હોય તો તમે એ લાઇન ઘાઘરો પણ પહેરી શકો. અને જો તમારું શરીર ભારે હોય તો તમે ગોલ્ડન ઘાઘરા સાથે સ્ટ્રેટ કુરતા પહેરી શકાય. જેનાથી વધારે બ્રૉડ લુક નહીં આવે. તમારી હાઇટ અને બૉડી પ્રમાણે તમે કુરતાની લેન્થ સિલેક્ટ કરી શકો. ગોલ્ડન ઘાઘરા સાથે મરૂન કલર સૌથી બેસ્ટ લાગશે. આ એક ક્લાસી કૉમ્બિનેશન છે જે ક્યારેય પણ આઉટ ઑફ ફૅશન થતું નથી. અને કોઈ પણ ઉંમરની મહિલા કે યુવતીને સરું જ લાગે.
ગોલ્ડન ઘાઘરા સાથે શ્રગ - શ્રગમાં ઘણી વેરાઇટી આવે છે. ખાસ કરીને લેન્થના હિસાબે. જો તમારી હાઇટ સારી હોય અને શરીર પણ સુડોળ હોય તો તમે શૉર્ટ શ્રગ પહેરી શકો. લાંબી યુવતીઓને તો લૉન્ગ શ્રગ પણ સારું લાગશે. શ્રગની લેન્થ તમારી હાઇટ અને બૉડી ટાઇપ પ્રમાણે રાખવી. તમારું શરીર જો સુડોળ હોય તો જ તમે સી થ્રુ શ્રગ પહેરી શકશો. જો તમરા શરીર પર કમર અને પેટનો ભાગ વધારે હોય તો, તમે સિલ્ક કે ચંદેરીના ફૅબ્રિકનું શ્રગ પહેરી શકો.
આ બધી જ સ્ટાઇલિંગ તમારા ઘાઘરાને અનુરૂપ હોવી જોઈએ એટલે કે જો તમારો ઘાઘરો ગોલ્ડન કલરમા વર્કવાળો હોય તો તેની પર બ્લાઉસ કે કફતાન ટૉપ સિમ્પલ હોવું જોઈએ. જો ઘાઘરો સિમ્પલ હોય તો તમે ટૉપ કે કુરતો હેવી પહેરી શકો. અને આ બધા કરતાં એ ખાસ મહત્ત્વનું છે કે તમારે કયું ફંક્શન અટેન કરવાનું છે. પ્રસંગને અનુરૂપ તમે ગોલ્ડન ઘાઘરા સાથે મિક્સ ઍન્ડ મૅચ કરી શકો. દુપટ્ટાની પસંદગી તમે તમારા લુક પરથી નક્કી કરી શકો.