મુંબઇ: દેશમાં સોનાના ભાવમાં છેલ્લા કેટલાક મહિનામાં નવા રેકોર્ડ બનાવ્યા છે. જોકે, હાલમાં સોનાનો ભાવમાં પ્રતિ 10 ગ્રામ 19,000 રૂપિયાનો રેકોર્ડ ઘટાડો નોંધાયો છે. જેના લીધે સોનાના રોકાણકારો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. હાલ એમસીએકસ પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,61, 675 એ પહોંચ્યો છે. આ ભાવ તેના ઓલટાઈમ હાઇ રૂપિયા 1,80,779 પ્રતિ 10 ગ્રામથી ઘણો નીચે છે.
વૈશ્વિક ફુગાવાની ચિંતાઓ પણ બજારને અસર કરી રહી છે
આ અંગે નિષ્ણાતોના મતે અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ છતાં સોનાના ભાવમાં ખાસ વધારો જોવા મળ્યો નથી. આનું એક મુખ્ય કારણ મજબૂત થઈ રહેલ અમેરિકન ડોલર છે. જ્યારે ડોલર મજબૂત થાય છે, ત્યારે સોનાના ભાવ દબાણ હેઠળ હોય છે. તેમજ ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને વૈશ્વિક ફુગાવાની ચિંતાઓ પણ બજારને અસર કરી રહી છે. નિષ્ણાતો કહે છે કે સોનાના ભાવ હાલમાં વિશાળ શ્રેણીમાં ટ્રેડ થઈ રહ્યા છે અને પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1,37,000 થી રૂપિયા 1,65,000 ની વચ્ચે રહી શકે છે.
વૈશ્વિક રાજકીય ઘટનાઓની પણ સોનાના ભાવ પર અસર
અમેરિકાની નીતિઓ અને વૈશ્વિક રાજકીય ઘટનાઓની પણ સોનાના ભાવ પર અસર થઇ રહી છે. ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક નીતિઓ અને વૈશ્વિક તણાવને કારણે બજારમાં અનિશ્ચિતતા સર્જાઈ છે. જેના લીધે સોનાના રોકાણકારો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે.