પ્રશાંત કારિયા, નિશિથ ગોળવાલા, ગૌરાંગ મોદી, મથુરાદાસ ભાનુશાલી તેમ જ ક્રિકેટ સબ કમિટીના સભ્યો.
મુંબઈઃ ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા આયોજિત 15મી ઇન્ટર-ક્લબ વાઈટ બૉલ ક્રિકેટ ટૂર્નામેન્ટનો શાનદાર પ્રારંભ તા.18-04-2026ના રોજ સવારે 9 વાગ્યે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિમખાનાના ચૅરમૅન રજનીકાંત શાહ, કારોબારી ટ્રસ્ટી મનોજ અજમેરા, સેક્રેટરી મુકેશ બદાની તથા પરેશ શાહ, તેમ જ સમગ્ર ટ્રસ્ટીગણ અને કારોબારી સભ્યોની ઉપસ્થિતિ રહી હતી.
આ ટૂર્નામેન્ટમાં મુંબઈની જાણીતી 8 ક્લબોએ ભાગ લીધો છે, જેમાં ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા (સીસીઆઇ), બૉમ્બે જિમખાના, પી.જે. હિન્દુ જીમખાના, ગરવારે ક્લબ હાઉસ, માટુંગા જિમખાના, ચેમ્બુર જિમખાના તેમ જ ઘાટકોપર જૉલી જિમખાનાની એ અને બી ટીમનો સમાવેશ થાય છે.
ટૂર્નામેન્ટની ફાઇનલ તા. 26-04-2026ના રોજ યોજાશે. ટૂર્નામેન્ટની વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી આપવામાં આવશે તેમ જ બેસ્ટ બૅટર, બેસ્ટ બોલર અને પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ જેવા વ્યક્તિગત અવૉર્ડ્સ પણ એનાયત કરવામાં આવશે.
આ ટૂર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ વિવિધ ક્લબોના ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવા મંચ પૂરું પાડવાનો છે અને તેમને આગળ વધવા માટે પ્રોત્સાહન આપવાનો છે. ઘાટકોપર જૉલી જિમખાના હંમેશાં રમતગમતના વિકાસ માટે તથા આવી ટૂર્નામેન્ટોના આયોજન માટે પ્રતિબદ્ધ રહ્યું છે.