Wed Sep 09 2026

Logo

11મી ઓગસ્ટની કર્ક રાશિમાં રચાશે 'ગજકેસરી રાજયોગ'! આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા...

2026-08-07 16:32:10
Author: Darshana Visaria
11મી ઓગસ્ટની કર્ક રાશિમાં રચાશે 'ગજકેસરી રાજયોગ'! આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા...

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગજકેસરી યોગને અત્યંત શુભ, પવિત્ર અને સમૃદ્ધિ આપનારો રાજયોગ માનવામાં આવે છે. જ્યારે પણ મનનો કારક ગ્રહ ચંદ્રમા અને દેવગુરુ બૃહસ્પતિ એક જ રાશિમાં યુતિ બનાવે  છે, ત્યારે આ યોગનું નિર્માણ થાય છે. જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, 11મી ઓગસ્ટ, 2026ના રોજ ચંદ્રમા કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં ગુરુ દેવ પહેલાંથી જ બિરાજમાન છે. આ કારણે કર્ક રાશિમાં ચંદ્ર અને ગુરુની યુતિથી મહા-શુભ ગજકેસરી રાજયોગ બનવા જઈ રહ્યો છે.

11મી ઓગસ્ટના બની રહેલાં આ યોગની વિશેષ વાત તો એ છે કે આ દિવસે કર્ક રાશિમાં ચતુર્ગ્રહી યોગ પણ બનશે અને શુક્ર ગ્રહ પણ નક્ષત્ર પરિવર્તન કરશે. આ દુર્લભ ગ્રહ દશાને કારણે 3 ચોક્કસ રાશિઓ માટે આ સમયગાળો અત્યંત લાભદાયી અને ભાગ્યોદયકારી સાબિત થશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...

કર્કઃ

ગજકેસરી રાજયોગ તમારી જ રાશિમાં પ્રથમ ભાવમાં રચાઈ રહ્યો છે. નોકરીયાત વર્ગને મોટી સફળતા, મનપસંદ પ્રમોશન અને આર્થિક બોનસ મળવાની પ્રબળ શક્યતા છે. વેપારીઓ માટે કોઈ મોટી વ્યાવસાયિક ડીલ ફાઈનલ થઈ શકે છે. ઓફિસ કે બિઝનેસના કામકાજ અર્થે વિદેશ યાત્રાના પણ યોગ બની રહ્યા છે. કૌટુંબિક જીવનમાં પણ કોઈ મોટો શુભ સમાચાર મળી શકે છે.

કન્યાઃ

કન્યા રાશિના જાતકો માટે આ રાજયોગ આર્થિક અને કરિયરની દ્રષ્ટિએ વરદાનરૂપ નીવડશે. લાંબા સમયથી ફસાયેલા કે અટવાયેલા નાણાં અચાનક પરત મળશે. નોકરીમાં ઉપરી અધિકારીઓ (બોસ) તમારી કાર્યશૈલીની પ્રશંસા કરશે. વડીલોપાર્જિત સંપત્તિથી મોટો આર્થિક ફાયદો થઈ શકે છે. ભાગીદારીના બિઝનેસમાં મોટો નફો થશે અને જીવનસાથી સાથેના સંબંધો વધુ ગાઢ બનશે.

મીનઃ

મીન રાશિના જાતકો માટે ગજકેસરી રાજયોગ અણધાર્યો ધનલાભ કરાવશે. લાંબા સમયથી અટકેલા અગત્યના કામો પૂર્ણ થશે. ખાસ કરીને શિક્ષણ, લેખન અને ટીચિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમયગાળો ગોલ્ડન પિરિયડ સાબિત થશે. સમાજ અને કાર્યસ્થળે માન-સન્માન વધશે. આર્થિક રોકાણ કરવા માટે આ સમયગાળો ખૂબ જ અનુકૂળ રહેશે.

વધુ જુઓ...