Sun Apr 19 2026

Logo

તહેવારોને ટાંકણે ખાદ્ય ચીજોમાં ભેળસેળ પર નજર રાખવા એફએસએસએઆઈનો નિર્દેશ...

2026-02-24 19:49:02
Author: Ramesh Gohil
Article Image

FSSAI


નવી દિલ્હીઃ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડસ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (એફએસએસએઆઈ)એ રાજ્યના કમિશનરોને હોળીના તહેવારો પૂર્વે ખાસ કરીને દૂધના ઉત્પાદનો અને ખાદ્યતેલમાં થતી ભેળસેળ પર દેખરેખ રાખવા અને ભેળસેળીયાઓ સામે કડક પગલાં લેવા અનુરોધ કર્યો છે. 

એફએસએસએઆઈએ રાજ્યોના ખાદ્ય કમિશનરોને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે આગામી હોળીના તહેવારમાં મીઠાઈઓ, સેવરીઝ, ખાદ્યતેલ, દૂધ અને દૂધના ઉત્પાદનો (જેમ કે ઘી, માવો, પનીર વગેરે) અને અન્ય ખાદ્ય ચીજોનો વપરાશ વધુ થતો હોય છે. આમ માગ વધવાને કારણે આર્થિક વળતર વધુ મેળવવા માટે ભેળસેળમાં પણ વધારો થતો હોવાથી ભેળસેળયુક્ત ઉત્પાદનો બજારમાં આવતા અટકાવવા કડક દેખરેખ રાખવા અને કસૂરવાર સામે દંડાત્મક પગલાં લેવા અનુરોધ કર્યો છે. 

એફએસએસએઆઈએ રાજ્યના ખાદ્ય કમિશનરોને તેના એન્ફોર્સમેન્ટ અધિકારીઓને `હોલી એન્ટી એડલ્ટરેશન ડ્રાઈવ-2026'નો અમલ કરીને સંવેદનશીલ વિસ્તારો ઓળખી કાઢીને સેમ્પલની ચકાસણી કરવાની તાકીદ કરી છે.