Thu Sep 10 2026

Logo

પેકેજિંગ અને લેબલમાં ગેરમાર્ગે દોરતા દાવા બદલ આઠ કંપનીઓને એફએસએસએઆઈની નોટિસ

2026-06-15 20:48:43
Author: Ramesh Gohil
પેકેજિંગ અને લેબલમાં ગેરમાર્ગે દોરતા દાવા બદલ આઠ કંપનીઓને એફએસએસએઆઈની નોટિસ

નવી દિલ્હીઃ ખાદ્ય નિયામક સંસ્થા ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથૉરિટી ઑફ ઈન્ડિયા (એફએસએસએઆઈ)એ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઍક્ટ, 2006 હેઠળ ગત રવિવારે ખાદ્ય ચીજોના વ્યવસાય સાથે સંકળાયેલ આઠ કંપનીઓને ગેરમાર્ગે દોરતા તેની બ્રાન્ડના નામ, વેપારના નામ અને ઉત્પાદનનાં પેકેજિંગ-લેબલ પર કરવામાં આવતા દાવાઓ બદલ નોટિસ ફટકારવામાં આવી છે. 

આ કંપનીઓમાં ઈમામી હેલ્થી ઍન્ડ ટેસ્ટી, હેલ્થ એઈડ, ટ્રુવે, ધ હેલ્ધી ફેક્ટરી, હેલ્ધી માસ્ટર, હેલ્ધી ચોઈસ, પ્લાન બી અને ન્યૂરોહર્બ્સનો સમાવેશ થાય છે. નિયામકે આ નોટિસ તેનાં અધિકૃત સોશ્યલ મીડિયા હેન્ડલ્સ મારફત જાહેર કરી છે. 

નિયામકની યાદીમાં જણાવ્યાનુસાર સૂચિત કરવામાં આવેલાં નામોમાં કોલકાતા સ્થિત ઈમામી જૂથની ખાદ્ય તેલની કંપનીનું વેપારી નામ ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે અને એફએસએસએઆઈનાં નિયમોનું ઉલ્લંઘન કરે છે, પ્લાન બી તેનાં ઉત્પાદનોનું માર્કેટિંગ વનસ્પતિ આધારિત શાકાહારી તરીકે વેચે છે, તેણે એફએસએસએઆઈના લાઈસન્સમાં કડક શાકાહારી ખોરાકના સમર્થન માટે પૂર્વે મંજૂરી મેળવ્યા વિના તેનાં ઉત્પાદનો કડક અથવા તો શુદ્ધ શાકાહારી છે, એવી છાપ ઊભી કરવા બદલ નિયમનકારનું ધ્યાન ખેંચ્યું છે અને હેલ્ધી ફેક્ટરીઝનાં ઝીરો મૈદા હોલ વ્હીટ બે્રડ જેમાં ચક્કી ફ્રેશ આટા અને ઘઉંના ધાન્યના લોટમાં રહેલું ગ્લુટેન દ્રવ્ય હોય છે જે ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે. તે જ પ્રમાણે ઝીરો મૈદા પીઝા બેઝ ઉત્પાદનને પણ તપાસનો સામનો કરવો પડે છે. એફએસએસએઆઈના મતાનુસાર આ દાવા નિયમોનું ઉલ્લંઘન કરે છે. 

વધુમાં ન્યુહર્બ્સની પ્રોડક્ટ લાઈન ટ્રુ વિટામિનને એફએસએસએઆઈનાં નિયમો હેઠળ ન તો વ્યાખ્યાયિત અથવા ન તો માન્યતાપ્રાપ્ત છે. માત્ર ગ્રાહકોને ભ્રામક બનાવવામાં આવે છે અને ટ્રુવેના નાસ્તાનાં ઉત્પાદનો હેલ્ધી મિક્સ વેગી ચીપ્સ, હેલ્ધી રાગી ચીપ્સ અને હેલ્ધી મૂંગદાલ ચીપ્સને અન્ય ઘટકો દર્શાવ્યા વગર હેલ્ધી તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે. 

આ સિવાય એફએસએસએઆઈએ હેલ્ધી માસ્ટરની ટેગ લાઈન `વિઝન ટૂ સર્વ હેલ્ધી', હેલ્ધી ચોઈસની ટેગ લાઈન `હેલ્ધી ફૂડ ફોર હેલ્ધી લાઈફ પોહા' અને હેલ્થ એડના બ્રાન્ડ નામને તેનાં ઉત્પાદનોના સંદર્ભમાં ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા હોવાનું જણાવ્યું હતું.